જાહેરનામું:ખેડામાં વાત્રક નદી પર નવા બ્રીજના નિર્માણને કારણે જૂના બ્રીજ પર 28 દિવસ માટે અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અંગે અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
  • વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થાં ગોઠવવામાં આવી

ખેડામાં વાત્રક નદી પર ઐતિહાસિક અંગ્રેજોના સમયનો કમાનવાળો પૂલ આવેલો છે. આ પુલ સાંકડો હોવાથી અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જ્યાં અપ અને ડાઉન એક જ લેનમાં હોવાથી મોટા વાહનો સામસામે આવી જાય તો નીકળવું ભારે મુશ્કેલ બને છે અને કલાકો સુધી આ બ્રીજ પર ટ્રાફીક જામ રહે છે. જેથી તંત્ર દ્વારા આ કમાનવાળા બ્રીજને અડીને જ નવો બ્રીજ બનાવવા કામગીરી આરંભી દીધી છે. આ નવા બ્રીજના પાયાના બાંધકામને કારણે જૂના બ્રીજના એપ્રોચ રસ્તાને નુકશાન થતું હોવાની શક્યતાઓ રહેલી હોવાથી આ કમાનવાળા બ્રીજ પર વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું છે.

આ જૂના બ્રીજને 28 દિવસ માટે બંધ કરાયો છે તેવું જાહેરનામું આજે બુધવારે અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, અહીંયા કોઈ હોનારત ન સર્જાય અને ટ્રાફિક જામ ન થાય તે માટે આગોતરા પગલા લેવાયા છે. જેથી નવા બ્રીજનું પાયાનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે 21 ઓક્ટોબરથી 1 નવેમ્બર 12 દિવસ તેમજ 11 નવેમ્બરથી 26 નવેમ્બર 16 દિવસ આમ કુલ 28 દિવસ માટે આ બ્રીજ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ખેડાથી ધોળકા તથા અમદાવાદ જતાં વાહન ચાલકો ખેડા ચોકડી, ખોડીયાર ચોકડી અને ધોળકા ચોકડીથી આવી જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...