વસો તાલુકાના સિહોલડી ગામે સર્વે નં.219 વાળી જગ્યામાં રાતોરાત મદરેસા ઉભી કરવાની કામગીરી શરુ થતા વિવાદ થયો છે. આજરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં અધિક કલેક્ટર બી.એસ.પટેલ ને આવેદનપત્ર આપતા સરપંચ સહિતના આગેવાનો એ રજૂઆત કરી હતી કે સર્વે નં.219 આસપાસની 100 ટકા જમીનો ક્ષત્રિય સમાજના લોકોની છે. 3,500 ની વસ્તિ વાળા આ ગામમાં મુસ્લિમ સમાજનું એક પણ મકાન નથી.
ત્યારે આ વિસ્તારમાં મદરેસા ની શું જરૂર હોઇશકે? ચોક્કસ કોઈ કાવતરા કે ષડયંત્રના ભાગરૂપે અહીં મદરેશા બનાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાની આશંકા આવેદન પત્રના માધ્યમથી વ્યક્ત કરાઈ છે. સ્થાનીકોએ ચીમકી ઉચ્ચારી છેકે જો આ સ્થળ પર કોઈપણ પ્રકારની કાર્યરીતી શરૂ કરાશે તો સિહોલડી ગામના રહીશો બાળ-બચ્ચા અને પરિવાર સાથે અહીંથી હિજરત કરવાનો વારો આવશે. ઘટનાને સહજ ન લેતા સત્વરે મુસ્લિમોના પક્ષમાં થયેલ આ જમીનો દસ્તાવેજ રદ કરવાની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
બાંધકામની પરવાનગી આપી નથી
બે વર્ષ પહેલા અમે જ આ કામ અટકાવેલું. પરંતુ પાંચ દિવસથી કામ શરૂ થયું છે, તલાટીએ મોટર ચાલુ કરવા માટે પરવાનગી આપી હશે, પરંતુ બાંધકામ કરવા માટે કોઇ પરવાનગી આપી નથી. અમારી પણ માંગ છે કે આ કામ બંધ કરી દેવામાં આવે.- ડાહ્યાભાઇ પરમાર, સરપંચ પતિ,
બે વર્ષ પહેલા પણ પ્રશ્ન ઉભો થયો હતો
આજ જગ્યા પર બે વર્ષ પહેલા કામગીરી શરૂ કરી હતી. તે સમયે કોઇ મંજુરી વગર કામ થતું હોય અમે બંધ કરાવ્યું હતું. પરંતુ અત્યાર એન.એની પરવાનગી લઇ તે લોકોએ ફરીથી કામ શરૂ કરાવ્યું છે. તેમાંય 6 ફુટ પહોળો પાયો ખોદ્યો હોઇ અમારા ગામમાં ફરી આ વિવાદ વકર્યો છે.- રમણભાઇ પરમાર, તા.પં. સભ્ય પતિ,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.