તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:મહેમદાવાદની વાત્રક નદીના કાંઠે પહાડ ગામથી મહેદાવાદને જોડતો બ્રીજ બનાવવા માગ

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નદી પર બ્રીજ બને તો 6થી વધુ ગામોને ફાયદો

મહેમદાવાદ પંથકમાંથી વાત્રક નદી પસાર થાય છે. આ નદી કાંઠા પર કેટલાક ગામો આવેલા છે. જે ગામો આજે પણ વિકાસથી કોસો દુર છે. મહેમદાવાદ તાલુકાના પહાડ ગામેથી મહેમદાવાદને જોડતો એક બ્રીજ બનાવવા માંગ ઉઠી છે. જો આ બ્રીજ બને તો 6 ગામોને તાલુકા મથકે આવન જાવનમાં સરળતા મળે તેમ છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પહાડ ગામ વાત્રક નદીના કાંઠા પર વસેલું ગામ છે. આ ગામથી હજારો લોકો રોજભરોજ નાના મોટા કામ અર્થે નજીકના તાલુકા મથક મહેમદાવાદ ખાતે આવન જાવન કરે છે. જો અહીંયા આ ગામથી મહેમદાવાદને જોડતો બ્રીજ બનાવવામાં આવે તો ગ્રામજનોને આવન જાવનમાં સરળતા મળે તેમ છે. સાથે સાથે પહાડ ગામ અને તેની આસપાસના વસતા બીજા અન્ય ગામો જેમ કે સાદરા, મલાતજ, વડદલા, સાંખેજ, સમાદરા, નેનપુર જેવા વિવિધ ગામોને લાભ થશે. આ પુલનું નિર્માણ થાય તો ગ્રામજનોનો સમય અને નાણાં બન્ને ખોટા બગડતા અટકાવી શકાય છે. તેવી રજૂઆત મહેમદાવાદ તાલુકા પંચાયતના સાદરા બેઠકના સદસ્યે રાજ્યસભાના સાંસદ સમક્ષ કરી છે.

મહેમદાવાદ તાલુકાના પહાડ ગામની મુલાકાત લેતાં રાજ્યસભાના સાંસદ
મહેમદાવાદ તાલુકાના પહાડ ગામની મુલાકાત લેતાં રાજ્યસભાના સાંસદ

ખેડા જિલ્લાના મહેમદાવાદ વિધાનસભામાં સમાવિષ્ટ અતિ પછાત પહાડ ગામની મુલાકાત રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિકે લીધી હતી. જે સમયે પહાડ ગામના વિકાસને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. તે પ્રશ્નનોનું નિરાકરણ લાવવા માટે રાજ્યસભાના સાંસદે બાંહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે તે પોતાને મળતી ગ્રાન્ટમાંથી ગામના વિકાસના કાર્યો પૂર્ણ કરી ગ્રામજનોને મદદરૂપ થશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી નિલેશ પટેલ, માજી ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ચંદ્રશેખર ડાભી, તાલુકા પંચાયત સદસ્ય પદમા ઠક્કર, પહાડ ગામના સરપંચ નશીમબાનું પઠાણ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો