ભાસ્કર વિશેષ:ખેડા જિલ્લામાં બે વર્ષમાં 42,837 શૌચાલયોનું નિર્માણ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે શૌચાલય નિર્માણ પર ભાર મુકતા પ્રશાસને પણ પૂરતી તકેદારી રાખી કામ કર્યુ

19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરાઈ. ત્યારે ખેડા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 42 હજાર ઉપરાંત શૌચાલયોનું નિર્માણ કરાયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખુલ્લામાં શૌચથી મુક્ત ગામ અભિયાન હાથ ધરાયુ હતુ. ઉપરાંત દરેક નાગરીકોના ઘરે શૌચાલય બનાવવા માટે અનેક યોજનાઓ પણ જાહેર કરી છે. ખેડા જિલ્લા પ્રશાસન દ્વારા શૌચાલય નિર્માણ પર ભાર આપી તકેદારી પૂર્વક નિર્માણ પુર્ણ કરાવાયુ છે. 19 નવેમ્બરના દિવસને વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવાય છે. ગઈકાલે આ દિવસ ઉજવાઈ ગયો.

2001માં વર્લ્ડ ટોઈલેટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ દિવસ લાગુ કરવામાં આવ્યો હતો. ભારત સરકારે પણ હર ઘર શૌચાલય ઝુંબેશ હાથ ધરી વિવિધ યોજનાઓ અંતર્ગત શૌચાલયો બનાવવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા. જેની ખેડા જિલ્લામાં ચુસ્ત અમલવારી કરાઈ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં મળી 42,837 શૌચાલયોનું નિર્માણ કરાયુ છે. જેમાં સોથી વધુ કપડવંજ અને ઠાસરામાં શૌચાલયો બનાવાયા છે. જ્યારે વસોમાં ખૂબ ઓછા શૌચાલયોનું નિર્માણ થયુ છે. જો કે, વસ્તી ગીચતા મુજબ જે-તે તાલુકાઓમાં પુરતા પ્રમાણમાં શૌચાલયોનું નિર્માણ થયુ છે.

અનેક તાલુકાઓમાં શૌચાલય કૌભાંડની બૂમ ઉઠી
ખેડા જિલ્લાના અનેક તાલુકાઓમાં શૌચાલય નિર્માણમાં કૌભાંડની બૂમો ઉઠતી રહી છે. સ્થળ પર શૌચાલયનું નિર્માણ ન થયુ હોય અને તેના નાણાં સરકારી ચોપડે મંજૂર કરી ઉપાડી લેવાયા હોય તેવી અનેક ફરીયાદો જિલ્લા પંચાયતને મ‌ળી છે. જેમાં દરેક તાલુકામાં સરેરાશ 12થી વધુ ફરીયાદો શૌચાલયોના નિર્માણ કૌભાંડની છે. તાજેતરમાં જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માતરના માછીયેલ ગામના સરપંચને શૌચાલય કૌભાંડ સંદર્ભે સસ્પેન્ડ કરાયા હતા. જો કે, સરપંચ કમિશ્નર સમક્ષ પહોંચતા મામલે વચગાળાનો સ્ટે મળ્યો છે.

તાલુકાવાર છેલ્લા બે વર્ષમાં બનાવાયેલા શૌચાલયની સંખ્યા

તાલુકોશૌચાલયની સંખ્યા
ગળતેશ્વર2541
કપડવંજ9402
કઠલાલ5924
ખેડા1075
મહુધા3071
માતર2174
મહેમદાવાદ5487
નડીયાદ3754
ઠાસરા9097
વસો312
અન્ય સમાચારો પણ છે...