તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નડિયાદ તાલુકા કૉંગ્રેસે મોંઘવારી મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, પેટ્રોલ-ડીઝલમાં થયેલો ભાવ વધારો પરત ખેંચવા માગ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં મોંઘવારીના કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું- કૉંગ્રેસ

ખેડા જિલ્લામાં નડિયાદમાં આજે કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલો વધારો પરત ખેંચવાની માગ કરવામા આવી હતી.

આજે નડિયાદ તાલુકા કોંગ્રેસ દ્વારા આ અંગે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે. નડિયાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેશમાં બેફામ વધતી જતી મોંઘવારીથી પિડાતી દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ કોરોનાકાળમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બન્યું છે તે અંગે ચિંતાની લાગણી સાથે મોંઘવારી પર કાબૂ મેળવવા અપીલ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા સાત વર્ષમાં શાસનમાં દેશની અર્થવ્યવસ્થા એટલી હદે ખોરવાઇ ગઇ છે કે તેના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ છે.

કૉંગ્રેસે રજૂઆત કરતા કહ્યું હતું કે, ઈંધણના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ સહિત અન્ય ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે.જેની અસર સામાન્ય લોકોના બજેટ પર પડી રહી છે ત્યારે સરકાર ભાવ વધારા પર કાબૂ મેળવી લોકોને રાહત આપે તેવી માગ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...