તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખેડા જિલ્લા પંચાયતની સભામાં માટી કૌભાંડની પ્રશ્ને કોંગ્રેસનો હોબાળો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મા વાત્સલ્ય કાર્ડ ની કામગીરી શરૂ કરાવવા સભ્યોની માંગ

ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના પટેલ હોલમાં યોજાઇ હતી. અગાઉથી અંદાજ હતો તે મુજબ કોંગ્રેસ દ્વારા વિવિધ કામોના મુદ્દે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસના સભ્યો દ્વારા મા કાર્ડની કામગીરી મુદ્દે પ્રમુખને રજુઆત કરી હતી. ખેડા જિલ્લા પંચાયત શરૂ થતા પહેલા કેટલાક મુદ્દા પર વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા વિરોધ કરશે તેમ લાગતું હતુ. પરંતુ પ્રમુખ નયનાબેન પટેલે સામાન્ય સભા શરૂ થતા જ જુદા જુદા કામોને બહાલી આપવી અને કામો બાબતે ચર્ચા કરવાનું શરુ કરાયું હતું.

દરમ્યાન વિરોધ પક્ષના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર, વિરોધ પક્ષના નેતા પરબતભાઇ દ્વારા મા કાર્ડ ની કામગીરી ફરી શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રવિણસિહે પણ આ મુદ્દે જવાબ માંગતા પ્રમુખે એજન્સીના માણસને આગળ ધરી પ્રોજેક્ટની જાણકારી આપવાના નામે જવાબો આપી દીધા હતા.

મહેમદાવાદના પહાડ ગામે ખનીજ ચોરીનો મુદ્દો ઉછળ્યો
વિરોધપક્ષન નેતા પરબતસિહે સભા દરમ્યાન પહાડ ગામે થયેલ રોયલ્ટી ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ પહાડ ગામના સરપંચ અને તલાટી દ્વારા આંખ આડા કાન કરી માટી ચોરી કરતા તત્વોને ખુલ્લું મેદાન આપતા ગામની સર્વે નં.110,113,126,131 તથા 134 વાળી જમીન માંથી 5 હજાર ડમ્પર ચોરી થઇ છે. આ બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહીની માંગ કરી હતી. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર બાબતે સરપંચનો જવાબ લેવાયો હોવાની તેમજ જમીન માલિક દ્વારા જ જમીન સમતલ કરવા કામગીરી કરી હોવાનો લેખિત જવાબ વિરોધ પક્ષના નેતાને આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...