તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માતર તાલુકા કોંગ્રેસ સમિતિએ મોંઘવારી મુદ્દે રેલી કાઢી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીના વિરોધમાં માતર કોંગ્રેસ સમિતિ તરફથી માર્કેટયાર્ડ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધતા પેટ્રોલ પ્રતિ લિટરે સો રૂપિયાએ પહોંચવા થયું છે. મોંઘવારીના વિરોધમાં માતર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું, તેમજ રેલી કાઠી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ખૂબ મોંઘવારી ફાટી નીકળી છે. પેટ્રોલ-ડીઝલ ગેસની બાટલા અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને છે તેને લઈને માતર તાલુકા કોંગ્રેસ દ્વારા આજે દેખાવ કરવામાં આવ્યો છે. તેમજ મોંઘવારીના વિરોધમાં માતર કોંગ્રેસ સમિતિ તરફથી માર્કેટયાર્ડ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. આ બાદ નાયબ મામલતદાર જીગ્નેશ પટેલને આવેદનપત્ર આપ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશમાંથી નરેશ રાવલ, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, અમૂલ ડેરીના ડિરેક્ટર સંજય પટેલ, ગૌતમ ચૌહાણ ખેડા જિલ્લા પ્રભારી અતુલ પટેલ, કાળીદાસ પરમાર, માતર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ સોલંકી, સંજય રાવલ, ખેડા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બાબુભાઈ રૂમાલ, ખેડા જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ, સર્જનબેન પરમાર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...