મુશ્કેલી:કોવેક્સિન માન્ય ન રખાતા વિદેશવાંચ્છુ ચિંતીત

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં 1.67 લાખ લોકોએ લીધી કોવેક્સિન, જ્યારે 4.24 લાખ લોકોને કોવિસિલ્ડ લીધી

WHO દ્વારા કોવેક્સિનને માન્યતા નહીં આપતા અમેરીકન દેશો દ્વારા પણ તેને મંજુરી આપાઇ રહી નથી. જેના કારણે ભારત જેવા દેશોમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકોને કોવેક્સિન આપવામાં આવી છે તે લોકોને હવે વિદેશ જવા મળશે કે કેમ તેવા પ્રશ્નો મુંજવી રહ્યા છે. જો ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો દર વર્ષે 10 હજારથી વધુ લોકો માત્ર અમેરીકન કન્ટ્રીમાં અવર જવર કરે છે.

બીજી તરફ અમેરિકા એજ WHO ના રિપોર્ટના પગલે કોવેક્સિનને મંજુરી આપી રહ્યું નથી. ત્યારે આ દેશોમાં જવા માંગતા અને કોવેક્સિનનો ડોઝ લઇ ચુકેલા લોકો માટે હવે શું ઓપ્શન? તેના જવાબ લોકો શોધી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 5.91 લાખ ડોઝનું વૅક્સિનેશન થયું છે. જેમાં 4.41 લાખ ને પ્રથમ ડોઝ અને 1.50 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કોવેક્સિન લીધી હોય તેવા NRIનું શું થશે?
ખેડા જિલ્લામાં એવા ઘણા એન.આર.આઇ હશે કે જઓએ વૅક્સિનેશન શરૂ થતાની સાથે જ કોવેક્સિન લઇ લીધી હશે. કારણ કે શરૂઆતમાં કોવેક્સિનના ડોઝ વધુ આવ્યા હતા. વિદેશ જવાનું હોઇ ઉતાવળમાં કોવેક્સિન લઇ લેનાર એન.આર.આઇ લોકો માટે હવે સ્થિતિ વિકટ થઇ ગઇ છે. કોવેક્સિન લીધા પછી અન્ય વેક્સિન લઇ શકાય નહી. અને કોવેક્સિન લીધી છે તેને અમેરિકા કે who માન્યતા આપતું નથી. ત્યારે આવા એન.આર.આઇ લોકો માટે હવે શું રસ્તો થશે તે ચિંતાનો વિષય છે.

વેક્સિન લેવામાં પૂરૂષો મહિલાઓથી આગળ
ખેડા જિલ્લામાં થઇ રહેલ વેક્સિનેશનમાં અત્યાર સુધી 4.41 લાખ લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 2.07 લાખ મહિલાઓ જ્યારે 2.33 લાખ પૂરૂષોએ વેક્સિન લીધી છે. આમ જિલ્લામાં મહિલાઓ કરતા પુરૂષો વેક્સિનેશનના મામલે આગળ છે.

સમગ્ર દેશનો પ્રશ્ન છે, ભારત સરકાર કોઇ નિર્ણય કરશે
ભારત સરકાર જે નીતિ નક્કર કરશે તેને ભવિષ્યમાં પ્રસ્થાપીત કરાશે. આ ભારત સરકારનો વિષય છે, સરકાર માંથી જે મુજબ નિર્ણય લેવામાં આવશે તે મુજબ કાર્યવાહી થશે. બધાં દેશો આ વેક્સિન નથી ચલાવતા એવું પણ નથી. એટલે અન્ય દેશો સાથે ચર્ચા કરી આપણા દેશમાં શું નિર્ણય કરાય છે તે મહત્વનું છે.> કે.એલ.બચાની, ઇચા. કલેક્ટર, ખેડા

વયજૂથમાં થયેલ વેક્સિનેસન

વર્ષ

વેક્સિન લેનારની સંખ્યા

60 થી ઉપર1,48,841
45 થી ઉપર1,94,677
18 થી ઉપર97,485
કુલ4,41,093

કઇ રસીના કેટલા ડોઝ અપાયા
​​​​​​​​​​​​​​

કોવિસિલ્ડ4,24,546
કોવેક્સિન1,67,285

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...