તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મહુધાના ચુણેલમાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા તકરાર, ડાંગથી ફટકારી ધમકી આપતા ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુધાના ચુણેલ ગામે રહેતા વિરેન્દ્રકુમાર પટેલ તેમના ખેતરમાં તથા તેમના કાકા ચંદુભાઇ પટેલ બાજુના ખેતરમાં કામ કરતાં હતા. આ સમયે નવઘણ ભરવાડે પોતાના પશુ ચંદુભાઇના ખેતરમાં છૂટા મૂકી દીધા હતા. જેથી ચંદુભાઇએ તેને પશુઓને ખેતરની બહાર લઇ જવાનું કહેતા, નવઘણ ઉશ્કેરાયો હતો અને તમારાથી થાય તે કરી લો, પશુ બહાર નહીં જ કાઢુ અને દરરોજ અહીં જ ચરાવવા આવીશ તેમ કહીને ઝઘડો કર્યો હતો.

આ સમયે ઉશ્કેરાયેલા નવઘણે લાકડાની ડાંગ અને હાથમાં પહેરેલા કડાંથી ચંદુભાઇને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. ઘવાયેલા ચંદુભાઇને તેમના ભત્રિજા વિરેન્દ્રકુમાર સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ મામલે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો