કાર્યવાહી:ડભાલી ગામે કૌટુબિંક ઝઘડામાં સામ સામે 7 સામે ફરિયાદ નોંધાઈ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના ડભાલી ગામના સેનવા ફળિયામાં રહેતા જીમીબેન સેનવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના સાસુ સાથે સેવાલિયાથી ઘરે પરત આવી બેઠા હતા, તે દરમિયાન તેમના કૌટુંબિક નણંદ ભગવતીબેને તેમને જણાવ્યુ હતુ કે, તમારી જેઠાણીની દિકરીને અમારા છોકરા સાથે મોકલી દો, અમે તેને સાચવી લઈશુ. ભગવતીનું ઉપરાણુ લઈ તેના પિતા પરસોત્તમભાઈ જે જીમીબેનને કૌટુંબિક મોટા સસરા, અનિલભાઈ જીવી થતા હોય, તેઓએ ત્યાં આવી પહોંચી ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ કૌટુંબિક બનેવી મહેન્દ્રભાઈ સેનવાએ જીમીબેનને માર માર્યો હતો.

જેથી જીમીબેને પરસોત્તમભાઈ, પ્રહલાદભાઈ, અનિલભાઈ અને મહેન્દ્રભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ ધર્મિષ્ઠાબેન પરસોત્તમભાઈ સેનવાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના નણંદ ભગવતીબેન પિયરમાં આવ્યા હોવાથી ધર્મિષ્ઠાના કાકા સસરાનો દિકરો મેહુલ ભગવતીબેનને ગાળો બોલતો હતો અને ભાઈ-ભાભીનું ઉપરાણું લઈ ઝગડો કરવા આવ્યા હોવાનું જણાવતા ધર્મિષ્ઠાના પતિ અને સાસુ-સસરાએ મેહુલને સમજાવ્યા હતા તેમ છતાં મારમાર્યો હતો. આ અંગે ધર્મિષ્ઠાએ મેહુલ, અક્ષય અને કાભઈ વિરુદ્ધ સેવાલિયા મથકે ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ 7 વિરુદ્ઘ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...