લેન્ડ ગ્રેબિંગ:મહેમદાવાદના સિહુજમાં પોણા ચાર વીઘા જમીન પચાવી પાડવાના કારસા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ પરિવારના 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ
  • મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેમદાવાદના સિહુજમાં આવેલી પોણા ચાર વીઘા જમીન પર જે ગેરકાયદેસર કબ્જો જમાવનાર ચાર વ્યક્તિઓ સામે મહેમદાવાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોધી છે.

મહેમદાવાદમાં રહેતા રસિકભાઈ ધુળાભાઇ પરમાર અને તેમના મિત્ર રાજેન્દ્રસિંહ શિવસિંહ રાઠોડ (રહે.વસ્ત્રાલ અમદાવાદ)એ સિંહુજ ગામે આવેલી ખાતા નંબર-859 બ્લોક/સર્વે નંબ-1420 વાળી 82 ગુંઠા જમીન આશરે પોણા ચાર વીઘા જેટલી જમીન મનુભાઈ નારણભાઈ બારૈયા નાઓની પ્રત્યક્ષ માલીકી કબ્જા ભોગવટાવાળી હતી. આ જમીન રૂપિયા 3 લાખમાં ઉપરોક્ત બન્નેએ વેચાણ રાખેલી હતી અને નાણાં ચુકવી આ જમીનનો વેચાણ દસ્તાવેજ મહેમદાવાદ સબ રજીસ્ટાર કચેરીમાં પણ કરાવી દીધો હતો. જેની રેવન્યુ રેકર્ડ માં વેચાણની નોંધથી તેઓ કાયદેસરના માલિક બની ગયા હતા.

ત્યારબાદ સિંહુજ ગામના પ્રતાપ રાવજીભાઇ ચૌહાણે આ જમીન પડાવી લેવા માટે ગેરકાયદેસરની હકીકતો ઉપજાવી કાઢી નડિયાદના પ્રિન્સીપાલ સિવીલ જજની કોર્ટમાં રેગ્યુલર દાવો દાખલ કર્યો હતો. જે દાવો મહેમદાવાદ સીવીલ કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ દાવો ચાલતા કોર્ટે ના મંજૂર કરી દીધી હતો. જેથી પ્રતાપ રાવજીભાઇ ચૌહાણે નડિયાદ ડિસ્ટ્રીક જજની કોર્ટમાં અપીલ કરેલી જે અપીલ ચાલી જતા તે અપીલ પણ ન મંજૂર થઈ ગઈ હતી.

ત્યારબાદ આ પ્રતાપ રાવજીભાઇ ચૌહાણે પ્રાંત ક્લેક્ટર નડીયાદ તેમજ અગ્ર સચીવ અમદાવાદની કોર્ટમાં આ બાબતે અપીલો અને રીવીઝન અરજીઓ કરી હતી. જે તમામ અપીલ અને રીવીઝન અરજીઓ કલેક્ટર તથા અગ્ર સચીવની કોર્ટોમાં સુનવણીઓ થયા બાદ તમામ ના મંજૂર કરતા હુકમો થઈ ગયા છે તેમ છતાં આ પ્રતાપ રાવજીભાઈ ચૌહાણ તથા તેની પત્ની સમુબેન પ્રતાપ ચૌહાણ તેમજ દિકરો સતીષ તથા જગદીશ તમામ (રહે,સિંહુજ)એ બ્લોક નંબર-1420 વાળી જમીન ઉપર હક અધિકાર જમાવી કબ્જો લઈ લીધો છે. જમીનના માલિક જમીનમાં જાય ત્યારે આ ચાર વ્યક્તિઓ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા હતા

લેન્ડ ગ્રેબીંગના કાયદા અનુસાર જિલ્લા કલેક્ટર નડિયાદને બ્લોક/સર્વે નંબર-1420 વાળી જમીન કાયમી ધોરણે પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાની રજૂઆત સાથે અરજી કરી હતી. જે અરજી બાબતે કલેક્ટરે પોલીસને આ બાબતે ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો. જે આધારે મહેમદાવાદ પોલીસે આજે રસિકભાઈ ધુળાભાઈ પરમારની ફરિયાદના આધારે પ્રતાપ રાવજીભાઇ ચૌહાણ, સમુબેન પ્રતાપ ચૌહાણ, સતીષ પ્રતાપભાઇ ચૌહાણ અને જગદીશ પ્રતાપભાઇ ચૌહાણ સામે લેન્ડગ્રેબીગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...