પોકસો એક્ટ હેઠળ ફરિયાદ:નડિયાદના રાજનગર અને ટુંડેલમાંથી બે શખ્સ બે કિશોરીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતાં ફરિયાદ નોંધાઇ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી અને વસો પોલીસ મથકે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

નડિયાદ તાલુકાના બે ગામની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને બે શખ્સો ભગાડી ગયા હોવાના બનાવો બન્યા છે. આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકામાં રહેતી એક કિશોરીને તેની બહેન નરસંડા નજીક આવેલા રાજનગરમાં રહેતી હોવાથી તેને મળવા આ કિશોરી રાજનગર આવી હતી. તે સમયે તેની પાછળ પાછળ દહેગામમાં રહેતો અજય ચંદુભાઇ રાઠોડ પણ આવ્યો હતો અને આ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

કિશોરીને ભગાડી જવાના અન્ય બનાવમાં મૂળ સાબરકાંઠા જિલ્લાના પાલીસણ ગામનો અને હાલમાં વટવામાં રહેતો તરુણ રમણસિંહ મકવાણા અવાર-નવાર નડિયાદ તાલુકાના ટુંડેલમાં આવતો હતો. તે વખતે ગામમાં રહેતી એક કિશોરી તેને પસંદ પડી ગઈ હતી. જેથી તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તે આ કિશોરીને ભગાડી ગયો હોવા બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વસો પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...