તપાસ:ઠાસરા તાલુકામાં સગીરાને યુવક ભગાડી જતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીર દીકરીને એક યુવક ભગાડી ગયો હોવાની ઘટના ઘટી છે.આ બનાવ અંગે પરિવારજનોએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને ગત તા.14 એપ્રિલના રોજ જગદીશ લક્ષ્મણભાઇ સોલંકી નામનો યુવક ભગાડી ગયો છે. જગદીશ સગીર દીકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.

આ બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા તેમની દિકરીની શોધખોળ આદરી હતી, તેમ છતા દિકરીની ભાળ ન મળતા આ બનાવ અંગે પરિવારજનોએ જગદીશ સોલંકી વિરૂધ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...