તસ્કરી:8 લાખ રોકડ અને બે લાખના દાગીના ચોરી થયાની ફરીયાદ : શકમંદોની પૂછપરછ કરાઈ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નડિયાદ ચકલાસી ભાગોળ ખાતે થયેલી ચોરી બાબતે આખરે પોલીસે અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

નડિયાદ ચકલાસી ભાગોળ વિસ્તારમાં નવાપરાં વિસ્તારમાં થયેલી ચોરીને મામલે ટાઉન મથકે ફરીયાદ દાખલ થઈ છે. ફરીયાદમાં 8 લાખ રૂપિયા રોકડ અને 2.60 લાખના ઘરેણાં ચોરી થયા હોવનું જણાવ્યુ છે. પોલીસે આ ઘટનામાં શકમંદોને પકડી પૂછપરછ આદરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ જતા આવેલા નવાપરાં વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ તળપદાએ પોતાના ઘરેથી 10.60 લાખની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવી છે.

ગઈકાલે ભારે ઉહાપોહ બાદ મોડી રાત્રે નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, નરસિંહભાઈનો દિકરો પરેશ પરીવાર સાથે મકાનના ઉપરના માળે ગેલેરીમાં સુઈ ગયો હતો. દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી અજાણ્યા ઈસમો ઘરમાં ઘુસી 2 લાખના સોનાના ઘરેણાં, 60 હજારના ચાંદીના ઘરેણાં અને 8 લાખ રૂપિયા રોકડ લઈ ફરાર થઈ ગયો હતો. પરેશે રાત્રે દરવાજો ખુલ્લો જોતા ચોરી થયાનું માલુમ પડતા તેણે પિતાને જાણ કરી હતી. હાલ તો પોલીસ દ્વારા સગીરવયના શકમંદને લાવી પૂછપરછ આદરી છે. ઉપરાંત મુખ્ય આરોપી ફરાર હોવાનું માલુમ પડ્યુ છે. પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સોના-ચાંદીના ઘરેણાં પાંચ વર્ષ પહેલા ખરીદ્યા હતા
સોનાના ઘરેણાંમાં ચેઈન અને પેન્ડલ, કડુ, ઝુંમ્મર, હેર, દોરો, લક્કી, વિંટી મળી 2 લાખની કિંમતનું 8 તોલા જેટલુ સોનું હોવાનું માલુમ પડ્યુ છે. જ્યારે ચાંદીના ઘરેણાંમાં બે જોડ કડલા, બે જોડ છડા, જાજર, આંકડો, ચુડીયો, લક્કી, વીંટી મળી 3.5 કિલો ચાંદી જેની કિંમત 60 હજાર રૂપિયા થાય છે. આ ઘરેણાં ફરીયાદી અને તેમના દિકરાના નામે હોય અને પાંચેક વર્ષ પહેલા લીધુ હોવાનું જણાવ્યુ છે.

પુત્રોના લગ્ન માટે 6 લાખ ઉછીના લીધા હતા
આ મામલે ફરીયાદમાં જણાવ્યા મુજબ 8 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ છે. ત્યારે આ રોકડ પૈકી 2 લાખ રૂપિયા ફરીયાદીની બચત હતી. જ્યારે 6 લાખ રૂપિયા પુત્રોના લગ્ન હોવાથી સબંધીઓ પાસેથી ઉછીના લાવ્યા હોવાનું જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...