ફરિયાદ:ખાનગી કંપનીના સફાઈ કર્મચારીને જાતિ વાચક શબ્દો બોલતા ફરિયાદ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો

ખેડાના વાવડી ગામે રહેતા અશોકભાઈ શેનવા હરિયાળાના વડાલા રોડ પર આવેલી જ્યુપીટર લોજીસ્ટીક પાર્ક નામની કંપની અને હનીવેલ વેર હાઉસમાં સાફ-સફાઈનું કામ કરે છે. જેના માલિક સલમાનભાઈ જાંબુડીવાલા છે. વાવાઝોડાના કારણે કંપની અને વેર હાઉસમાં પતરાના શેડ અને પંખાઓને નુકશાન થયુ હોવાથી કંપનીના માલિકે તેની તપાસ કરી મહંમદભાઈ મલેક અને સદ્દામખાન પઠાણ પાસે પંખા અને પતરા મોકલ્યા હતા.

આ બંને વ્યક્તિઓને લઈ અશોકભાઈ વેરહાઉસમાં ક્યાં કામ કરવાનું છે, તે તપાસ કરતા હતા, તે સમયે નજીકમાં આવેલા અન્ય ખાનગી ગોડાઉનના માલિકના ભાઈ ચંદ્રેશે અશોકભાઈને જાતિવાચક શબ્દો બોલી અપમાન કરી ત્યાંથી કાઢી મૂક્યા હતા. તેમજ ઉશ્કેરાઈને તેના પર હુમલો કરી ફરી પ્રવેશ ન કરવા પણ ચેતવણી આપી હતી.

આ બાબતની જાણ અશોકભાઈએ પોતાના માલિક સલમાનભાઈ જાબુંડીવાલાને કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ. જેથી અશોકભાઈએ આ અંગે ખેડા પોલીસ મથકે ચંદ્રેશ બીરલા વિરુદ્ઘ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...