કાર્યવાહી:ભવાનીપુરામાં પુત્રએ માતા-પિતાને માર મારતા ફરિયાદ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના વૃક્ષો કાપવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો
  • ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યાવાહી હાથ ધરી હતી

નડિયાદના ઉતરસંડા ગામના એક વિસ્તારમાં પુત્રએ પોતાના માતા-પિતા સહિત મોટાભાઈ સાથે હાથચાલાકી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોતાના પિતાથી અલગ રહેતા પુત્રએ ખેતરના વૃક્ષો કાપવા બાબતે બોલાચાલી કરતા મામલો ઉગ્ર બન્યો હતો. ઉતરસંડાના ભવાનીપુરા તાબે નારણભાઈ પરમાર પોતાના ઘરે હાજર હતા, તે દરમિયાન તેમનો બીજા નંબરનો દિકરો હિતેન્દ્ર ઉર્ફે જયેશ જે તેમનાથી અલગ રહેતો હોય, તે પિતાના ઘરે આવ્યો હતો.

તેણે આવીને પોતાના પિતા સાથે ગાળાગાળી કરી જણાવ્યુ હતુ કે, આપણા ખેતરના વૃક્ષો તમારે કાપવાના નથી. જેથી પિતાએ પોતાના પુત્રને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા નારણભાઈ અને માતા મધુબેનને મારવા લાગ્યો હતો. ત્યાં માતા-પિતાને છોડાવવા માટે વચ્ચે પડેલા મોટા દિકરા ધર્મેન્દ્રને પણ હિતેન્દ્રએ માર માર્યો હતો. આ સમયે સૌથી નાના દિકરા અર્જુને આવી પોતાના માતા-પિતા અને મોટાભાઈને હિતેન્દ્રના મારથી છોડાવ્યો હતો. આ મુદ્દે નારણભાઈએ પોતાના બીજા નંબરના દિકરાએ હિતેન્દ્ર સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...