કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડા ગામે જમીન પર ગેરકાયદેસર કબજો કરનારા 3 ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. મુકેશભાઈ ડોબરીયા ઉ.35 રહે. પ્રથમ રેસીડન્સી, નિકોલ-નરોડાની માતા મંજુબેન ડોબરીયાએ વર્ષ 2020માં કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડા ગામે સર્વે નં. 43 ખાતા નં.166 વાળી જમીન પ્રભાતભાઈ વાલાભાઈ ચૌહાણના વારસદારો પાસેથી ખરીદી હતી. જે બાદ મુકેશભાઈએ જમીનમાં ખેતી કરતા હતા, પરંતુ એપ્રિલ 2020માં કોરોના નામની બિમારી આવી જતા તેઓ જમીન પર જઈ શક્યા ન હતા.
પરંતુ ચાર મહિના અગાઉ મુકેશ અને તેમના મિત્ર પંકીતભાઈ પટેલ જમીન જોવા માટે ગામડે ગયા હતા. તે વખતે ગામના 1. રમેશ દેસાઈ ભાઈ ચૌહાણ 2. કનુભાઈ દેસાઈ ભાઈ ચૌહાણ અને પુનમભાઈ દેસાઈભાઈ ચૌહાણ ત્યા આવી પહોંચ્યા હતા. અને આ ખેતર અમારૂ છે, તમારે અહીં આવવાનું નહી, તેમ કહી ગાળો બોલી મારવા માટે પાછળ દોડ્યા હતા. જેથી મારની બીકે મુકેશભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ તેઓએ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરતા કમિટિમાં ચકાસણી બાદ ત્રણે ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા કઠલાલ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.