વિવાદ:સંતાનની આશાએ સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપતાં ફરિયાદ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડાના રઢુગામની દિકરીના ચિત્રાસરમાં રહેતા રણજીતભાઇ પરમાર સાથે દસ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ પરણિતા સંયુક્ત કુંટુબમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ બાદ પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, કાકા સસરા અવાર નવાર ઘર કામ માટે મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. વળી ગત તા.21 ડિસેમ્બર 2021 ના રોજ પતિ રણજીતભાઇએ કહેલ કે તુ મને ગમતી નથી તેમ કહી બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. આ બાદ પતિ રાતના સમયે પિયર રઢુ મૂકામે આવી મૂકી ગયા હતા.

આ બાદ આજદિન સુધી તેડવા માટે આવ્યા નથી. આ બનાવ અંગે પરણિતાએ પતિ-રણજીતભાઇ મણીભાઇ પરમાર, સસરા-મણીભાઇ મોતીભાઇ પરમાર, સાસુ-સવિતાબેન મણીભાઇ પરમાર, જેઠ-જગદિશભાઇ મણીભાઇ પરમાર, જેઠાણી-મીનાબેન જગદીશભાઇ પરમાર, નાના જેઠ-ગીરીશભાઇ મણીભાઇ પરમાર, તેમના પત્ની સરોજબેન ગીરીશભાઇ પરમાર, કાકા સસરા સોમાભાઇ મોતીભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...