તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબીંગનો ગુનો:માતરના ત્રાજમાં ગેરકાયદે જમીન પચાવી પાડતા ફરિયાદ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષથી આરોપીઓએ કબ્જો કરતા લેન્ડ ગ્રેબીંગનો ગુનો

માતરના ત્રાજમાં બિનઅધિકૃત રીતે જમીન પર કબ્જો કરી લેનારા ઈસમ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. અરજદારને વારસામાં મળેલી જમીનમાં 25 વર્ષથી આરોપીએ કબ્જો કરી રાખ્યો હોવાથી જિલ્લા કલેક્ટકર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે અરજી કરવામાં આવી હતી.

ત્રાજ ગામની સીમમાં બ્લોક સર્વે નં. 2325વાળી જમીન આવેલી છે. તેનો ખાતા નં. 114ની કુલ જમીન 51.59 ગુંઠા છે. આ જમીન રમણભાઈ ઈશ્વરભાઈ વણકરને તેમના માતા દિવાળીબેન અને તેમના બહેન જીબાબેનના નામથી સંયુક્ત વારસદાર તરીકે ભાગે આવી હતી. રમણભાઈનું વર્ષ 2011માં આ જમીનમાં નામ દાખલ થયુ હતુ. આ જમીનમાં વારસદાર ખુશાલભાઈ મુળજીભાઈ ખેતી કરતા હતા. પરંતુ 1996માં તેમના મૃત્યુ પછી આ જમીન પર ચીમનભાઈ ધનજીભાઈ વણકર (રહે. વણકરવાસ, ત્રાજ, માતર) દ્વારા બળજબરીપૂર્વક ગેરકાયદેસર કબ્જો કરી લેવાયો હતો.

આ મુદ્દે રમણભાઈ ઈશ્વરભાઈ વણકરે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરી હતી. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા સમિતિમાં આ અંગે તપાસ કરી ચીમનભાઈ વણકર સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ કરાયા હતા. જેથી રમણભાઈએ માતર પોલીસ મથકે ચીમનભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...