કાર્યવાહી:પરિણીતા પાસે 20 લાખ દહેજ માંગી ત્રાસ આપતાં ફરિયાદ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને સાસરિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

ગળતેશ્વરની મહિલાને તેના સાસરીવાળા દહેજમાં 20 લાખ રૂપિયા માગી તેને શારિરીક અને માનસિક ત્રાસ આપતાં જેથી તેણે કંટાળીને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સીદીંરફાતેમા સૈયદના લગ્ન અમદાવાદમાં રહેતા મુજમ્મીલ સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ તેમણે તેની સાથે નાની-નાની વાતે ઝઘડા કરવાનું શરૂ કરી દીધું હતું. નણંદ આયેશા સીદ્દીકા અને નણદોઈ પિયરમાં આવીને પતિને તેના વિરુદ્ધ ખોટી ચઢામણી કરતા હતા. જેના કારણે તેમના ઘરમાં વારંવાર ઝઘડા થતાં હતા. તારા પિયરમાંથી કંઈ આપ્યું નથી કહીને તેની પાસે 20 લાખની માગ કરતાં હતા.

આ દરમિયાન તેને એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે સાસરીવાળા તેને દવાખાના મૂકીને જતાં રહ્યાં હતા. પણ સાસરીવાળાનો ત્રાસ વધતો જતો હતો. એટલે તેણે કંટાળીને પતિ મુજમ્મીલ સૈયદ, સાસુ મહેજબીન, નણંદ આયેશાસિદ્દીકા અને નણદોઈ તસમીરહુસેન વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...