વિવાદ:દીકરો જન્મવાનો નથીનું મહેણું મારી પરિણીતાને ત્રાસ આપતા ફરિયાદ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છુટાછેડા આપી દે તેવું કહેનાર પતિ- સાસુ સામે ગુનો

નડિયાદ તાલુકાની એક યુવતિના ઉમરેઠના સુરેલી ગામે વર્ષ 2006માં લગ્ન થયા બાદ 2008માં પ્રથમ દિકરીના જન્મ સુધી સાસરીના લોકોએ સારૂ રાખ્યુ હતુ. ત્યારબાદ સાસુ રમીલાબેન દ્વારા પતિ કૌશિકને ચઢમણી કરતા કૌશિક પત્નિ સાથે ઝઘડા કરતો હતો. ત્યારબાદ પરણિતાને કૌશિકે બાથરૂમમાં પુરી ખૂબ મારઝૂડ કરી હતી, જે બાદ પરણિતા આણંદ નારીગૃહમાં રહ્યા બાદ ઉમરેઠ પોલીસ મથકે સમાધાન થયા પછી તે સાસરે ગઈ હતી.

2011માં પરણિતાને બીજા સંતાનમાં દિકરીનો જન્મ થયો હતો. જે પતિ અને સાસુને રાસ ન આવતા પરણિતાને હેરાન કરવા લાગ્યા હતા. તેમજ બંને કહેતા હતા કે, તે બે દિકરીઓ જન્મી છે, તારા પેટે દિકરો જન્મવાનો નથી. તુ છુટાછેડા આપી દે અને પરણિતાના પિતાનું મૃત્યુ થતા પતિએ પિયરમાંથી મિલકતનો ભાગ લેવા દબાણ કર્યુ હતુ. આ બાદ પણ નાની-મોટી બાબતોમાં મહેણા-ટોણા મારી ઝઘડા કર્યા હતા અને મારઝૂડ કરી પરણિતાને કાઢી મૂકી હતી. જેથી તે પોતાના પિયરમાં જતી રહી હતી. આ અંગે આજે પરણિતાએ નડિયાદ મહિલા મથકે સાસુ અને પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...