તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:નડિયાદ શહેરના કાઉન્સિલર સહિતની ટોળકીએ વેપારીને માર મારતા ફરિયાદ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે જુથ વચ્ચે ચાલી રહેલી લડાઇમાં કાઉન્સિલર સહિત 4 સામે ગુનો નોંધાયો

નડિયાદ શહેરના જવાહરનગરના બંગ્લા એરિયામાં રહેતા કુમાર ધરમદાસ મનસુખાણી પોતાના મિત્રો સાથે 30મી નવેમ્બરની રાત્રે મંજીપુરા રોડ પર આવેલા પાનના ગલ્લા પર પડીકી ખાવા માટે મિત્રો સાથે ગયાં હતાં. આ સમયે વિજય પ્રકાશભાઈ મોટવાણી, પ્રકાશ ઉર્ફે ડોની, કિશન ટિકીયાણી તથા પ્રકાશ ઉર્ફે લલ્લુ, હરિશ સચદેવ (રહે. હરિઓમ ટાવર) આવ્યાં હતાં. જેમાં વિજય અને પ્રકાશના હાથમાં લોખંડની પાઇપ હતી.

કુમારભાઈ પાસે આવીને વિજયે કહ્યું કે, તું અમારા વિરોધ અગાઉ ફરિયાદ કેમ કરી હતી ? તેમ લોખંડની પાઇપ મારી હતી. આ ઝઘડા દરમિયાન અમિત રમેશભાઇ સચદેવ આવ્યો હતો અને કુમારભાઈને પકડીને તેને વધારે મારો તેમ કહેતા કુમારભાઇના મિત્રો દોડી આવ્યાં હતા અને વધુ મારમાંથી છોડાવ્યાં હતાં. જતાં જતાં વિજયે આજે તુ બચી ગયો છે. ફરી લાગ આવશે ત્યારે તને જાનથી મારી નાંખીશું તેમ ધમકી આપી હતી.

આ અંગે કુમાર ધરમદાસ મનસુખાણીની ફરિયાદ આધારે ટાઉન પોલીસે વિજય ઉર્ફે ઘોરી પ્રકાશ મોટવાણી, પ્રકાશ ઉર્ફે લલ્લુ હરિશભાઈ સચદેવ, પ્રકાશ ઉર્ફે ડોની કિશન ટીકીયાણી, અમીતકુમાર રમેશભાઈ સચદેવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાઉન્સીલરના પુત્રના નામે મારામારી કરનારાની ધરપકડ
નડિયાદ શહેર પોલીસે 30મીએ થયેલી મારામારી સંદર્ભે પિન્કુ ઉર્ફે આશરો, રોહિત નરેશભાઈ પારવાણી, કુમાર ધરમદાસ મનસુખીયાણી અને જયકિશન લાલજાણી ઉર્ફે કાઉની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ શખસોએ કાઉન્સીલરના પુત્રના માણસો હોવાનું કહી ધમકી આપી મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો