ફરિયાદ:ખેતરમાં પશુ છુટા મુકવા બાબતે 3 ઈસમોએ માર મારતા ફરિયાદ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ પોલીસે ત્રણેય આરોપી સામે કાર્યવાહી હાથ ધરી

નડિયાદના કલોલી ગામમાં ખેતરમાં ભેંસ છુટી મૂકવા બાબતે મારામારી થઈ હતી. જે મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. નીમિષાબેન પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગતરોજ તેમના પતિ અને સસરા ખેતરમાં ગયા હતા. તે વખતે ખેતર પાડોશી ભૂપેન્દ્રભાઈ પરમાર ઘરે આવીને તું કેમ અમારા ખેતરમાં ભેંસ છુટી મૂકે છે ? કહીને ગમેતેમ ગાળો બોલાવા લાગ્યાં હતા. ત્યારે તેમને ગાળો બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો.

ઝઘડાનો અવાજ સાંભળી સાસુ તેમને છોડવવા વચ્ચે પડ્યાં હતા, ત્યારે ભૂપેન્દ્રભાઈનો દીકરો ભાવેશ ધારીયું લઈને તેમના સાસુને મારવા ફરી વળ્યો હતો. એટલું નહીં, ભાવેશનો ભાઈ કાળાભાઈ, કલ્પેશભાઈ અને હિતેશભાઈ લાકડી લઈને તેમને મારવા ફરી વળ્યાં હતા. બૂમાબૂમ થતાં પાડોશીએ આવીને તેઓને વધુ મારથી બચાવ્યાં હતા અને 108 થકી સારવાર હેઠળ ખસેડ્યાં હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...