તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:નડિયાદમાં નજીવી બાબતે યુવકને માર મારતા ફરિયાદ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના સલુંણ વાંટા ગામે સલીમશા દિવાનના ઘરે તેમનો ભાણો ઈરફાનશા દિવાન મહેમાન બનીને આવ્યો હતો. જે બાબત તેમના કૌટુંબિક ભત્રીજા આરીફશા દિવાન ને પસંદ ન હતી. જેથી આરીફે સલીમશા સાથે ઝઘડો કરી તમે ઈરફાન ને કેમ ઘરમાં પેસવા દો છો? તેમ કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન સલીમશાએ ભત્રીજા આરીફે અપશબ્દો અપશબ્દો બોલવાની ના પાડી હતી.જેથી ભત્રીજો આરીફ ઉશ્કેરાઈ ગયો હતો. અને સલીમશાને ગળદાપાટું માર માર્યો હતો. મામા ને માર ખાતા જોઇ મહેમાન તરીકે આવેલા ઈરફાન વચ્ચે પડ્યો હતો.

જેથી મામા ભાણા એ બૂમાબૂમ કરતા આસપાસના લોકોઅે તેઓને બચાવ્યા હતા.આ બાબતે મામા સલીમશાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરીફશા દિવાન અને ફિરોજશા દિવાન વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો