તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામા ભંગની ફરિયાદ:RTPCR ટેસ્ટ કર્યા વિના આવેલા રાજસ્થાનના બે જણા સામે ફરિયાદ

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ રેલવે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી

ખેડા જિલ્લામાં જાહેરનામા ભંગની ફરિયાદો યથાવત છે. કોરોના સામે મજબૂતાઈથી લડવા માટે લોકોએ સહભાગી બનવુ જરૂરી છે. તેમજ સરકારના નિયમોનું પાલન કરી સહયોગ આપવો પડશે. પરંતુ લોકો હજુ પણ નિયમો નેવે મૂકી પોતાની મનમરજીથી જ જીવી રહ્યા છે.

નડિયાદ રેલવે પોલીસ મથકે આજે 2 યુવકો સામે ફરિયાદ નોંધી છે. રાજસ્થાનથી નડિયાદ કોઈ પણ જાતના ટેસ્ટ કર્યા વગર આવી જનાર આ પરપ્રાંતિય યુવકો સામે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. રાજસ્થાનના સુરેશકુમાર ભાટી (ઉં-23, રહે. તા. ફાલના, જિ.પાલી. રાજસ્થાન) અને દિનેશભાઈ ચૌહાણ (ઉં.31, રહે. તા. ફાલના, રાજસ્થાન) હોવાનું જણાયુ હતુ. પોલીસે બંને પાસે રાજ્ય સરકારે પ્રવેશ માટે ફરજિયાત કરેલો RTPCR રિપોર્ટ માંગ્યો હતો. બંને સરકારે ફરજિયાત કરેલો રિપોર્ટ કરાવ્યા વગર જ નડિયાદમાં પ્રવેશ લીધો હતો. તેઓ સવારે સાડા આઠ વાગ્યે નડિયાદ સ્ટેશન પર ઉતર્યા હતા.

હાલ સરકારી ગાઈડલાઈન મુજબ બીજા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ માટે RTPCR ફરજિયાત છે. તેમ છતાં લાપરવાહી દાખવી નડિયાદ સ્ટેશને ઉતરેલા આ બંને ઈસમો સામે રેલવે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો