કાર્યવાહી:ગોગજીપુરા નજીક ટાયર સળગાવનાર સામે ફરિયાદ, હાઇવે પર આગચંપી કરનારા 3 જેલમાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂત બિલને લઇને મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન દરમિયાન કેટલાક શખ્સો હાઇવે જામ કરીને આગચંપી કરે તેવી બાતમી કઠલાલ પોલીસને મળી હતી. જેને પગલે પોલીસની એક ટીમ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર સતત પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન હાઇવે પર ગોગજીપુરા ગામના પાટિયા પાસે ત્રણ શખ્સોએ ટ્રક રોકી, ટ્રકની આગળ ટાયરો પેટ્રોલ નાખીને સળગાવી દીધા હતા. જેને લઇને પોલીસની ટીમે તુરંત જ સ્થળ પર પહોંચી જઇને ત્રણેયની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન જયદીપસિંહ ચૌહાણ, મુકેશ રાવળ અને ચિરાગ ઝાલા હોવાનું જણાવ્યું હતું. તેઓ એક કારમાં આવીને ભારત બંધના અનુસંધાને ટાયર સળગાવી, રોડ બંધ કરવા આવ્યા હોવાનું કબુલ્યું હતું. જેના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...