કાર્યવાહી:ચકલાસીમાં લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગ થતાં વરરાજા સામે ફરિયાદ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરરાજા કોરોનાગ્રસ્ત બનતાં પોલીસે તેના લગ્નનો વિડીયો જોયો
  • સોશિયલ ડિસ્ટન્સન્સિંગના અભાવે માતા-પિતા સામે પણ ફરિયાદ

ચકલાસીના કોરોનાગ્રસ્ત યુવક અને તેના માતા-પિતા સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. યુવક અને તેના માતા-પિતાએ લગ્ન પ્રસંગમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કર્યું ન હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ચકલાસીમાં રહેતા સૌરભભાઇ અરવિંદભાઇ પટેલના 25મી જૂનના રોજ લગ્ન યોજાયા હતા. બાદમાં સૌરભભાઇની તબિયત લથડતા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સૌરભભાઇ પછી તેમના પત્ની અને લગ્નમાં હાજરી આપનાર અન્ય 3 નો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં આ મામલે ચકલાસી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં લગ્ન પ્રસંગના વિડીયોમાં સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાને આવતાં આ મામલે ચકલાસી પોલીસે સૌરભ અરવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રામભાઇ પટેલ તથા માયાબેન અરવિંદભાઇ પટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે ચરોતરમાં અનલોક-2માં લગ્ન સિઝન શરૂ થઇ છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો અભાવ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...