તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદમાં આવેલી મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત બાસુદીવાલા ટી.બી.હોસ્પિટલ છઠ્ઠામાઇલ, પલાણાની સંસ્થાની જમીન ગેરકાયદે પચાવી પાડવા માટે વસો તાલુકાના દંતાલી ગામના 10 શખસે હાઇકોર્ટમાં ખોટો દાવો કર્યાની ફરિયાદ માતર પોલીસમાં સંસ્થાના ચેરમેનએ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત બાસુદીવાલા ટી.બી.હોસ્પિટલ, પલાણામાં છેલ્લાં 36 વર્ષથી ચેરમેન તરીકે સેવા આપતાં ભાસ્કરભાઇ તળશીભાઇ દેસાઇ (ઉવ.84)એ પલાણા ગામે આવેલી બાસુદીવાલા ટી.બી.હોસ્પિટલની જમીન ગેરકાયદે પચાવી પાડવા માટે કોઇપણ પ્રકારનો કાયદેસર દસ્તાવેજ નહીં હોવા છતાં ખોટો દાવો કોર્ટમાં દાખલ કરી સંસ્થા ગેરકાયદેસર કબજો કર્યો છે.
આ અંગે સંસ્થાના ચેરમેન ભાસ્કરભાઇ તળશીભાઇ દેસાઇએ વસો પોલીસમથકમાં વસોના દંતાલી ગામના ઇરફાનમીયા યાસીનમીયા મલેક, મુસ્તુફામીયા મહંમદમીયા મલેક, સમસુમીયા યાસીનમીયા મલેક, સલીમમીયા સમસુમીયા મલેક, અયુબમીયા મહંમદમીયા મલેક, સાબેરાબીબી યાસીનમીયા મલેક, ફકરૂમીયા મહંમદમીયા મલેક, અલ્લાઉદ્દીન મહંમદમીયા મલેક, મહેબુબમીયા બાઉદ્દીનમીયા મલેક, સગીરમીયા કાલુમીયા મલેક મળી 10 શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.