• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Complaint Against Six In Attack On Former Kheda District Panchayat President's House, Mob Stormed The House And Vandalized The Office

કાર્યવાહી:ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મકાન પર હુમલામાં છ સામે ફરિયાદ, મકાન પર ટોળાંએ હલ્લો કરી ઓફિસમાં તોડફોડ કરી હતી

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરપુરમાં બે માસ પહેલા ખેડા જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખના મકાન પર હુમલો અને વાહનોની તોડફોડના બનાવમાં ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે છ શખસ સહિત અન્યો વિરૂધ્ધ વિરપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ભાજપાના પિનાકીન શુક્લ અને મહેન્દ્ર બારોટ વચ્ચે ઝપાઝપી થતાં મહેન્દ્રભાઈ બારોટના પુત્ર સહિતનાએ મુકેશ શુક્લના ઘર પર હુમલો કર્યો હતો. જેમાં વૈભવી કારો અને મકાનમાં તોડફોડ કરાઇ હતી. જે અંગે મહેન્દ્ર બારોટના પુત્ર જીગ્નેશ બારોટ દ્વારા વિરપુર પોલીસ સ્ટેશન પિનાકીન શુક્લ સહિત બે શખસ વિરૂધ્ધ જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં પુત્રવધૂ કોમલબેને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટના આદેશથી જીગ્નેશ બારોટ, કવન પટેલ, વિશ્વાસ બારોટ, સંતોષ, વિનય બારોટ, યોગેન્દ્ર મહેરા સામે ગુન્હો નોંધ્યો છે.

સીસીટીવી ફુટેજના આધારે કાર્યવાહી કરાશે
હાઇકોર્ટની સૂચના મુજબ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં સીસીટીવી ફૂટેજ અને ફરિયાદીની હકીકતને ધ્યાનમાં લઇ આ કેસની તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું.> પ્રભાતસિંહ ખાંટ, પી.એસ.આઇ. વિરપુર.

અન્ય સમાચારો પણ છે...