કાર્યવાહી:નડિયાદમાં પરિણીતાની પતિ વિરૂદ્ધ ફરિયાદ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં રહેતા જાગૃતિબેનના લગ્ન લુણાવાડાના માધવપુરા ગામે રહેતા પ્રકાશ પટેલ સાથે થયા હતા. વ્યવસાયે શિક્ષક એવા પ્રકાશને સાથે નોકરી કરતી શિક્ષિકા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી તે જાગૃતિબેનને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. પ્રકાશને સમજાવવાની જગ્યાએ સાસુ-સસરા-નણંદ અને નણદોઇ પણ જાગૃતિબેનને છૂટાછેડા આપી દેવા માટે સતત દબાણ કરતાં તેણીએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલું હિંસાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...