તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળતસ્કરીમાં રીમાન્ડ પૂર્ણ થયાના 8 દિવસ બાદ પણ તપાસ ઠેરની ઠેર

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદની ચકચારી બાળતસ્કરી ઘટનામાં આરોપીઓને જેલમાં ધકેલ્યાં બાદ પોલીસે તપાસમાં બ્રેક મારી દીધી હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે, હજુ પણ આ ઘટના સંદર્ભના અનેક સવાલો ઠેર-ઠેર જોવા મળી રહ્યાં છે. જેને લઈને સૌ કોઈની નજર પોલીસ તપાસ તરફ મંડાયેલી છે. આ ઘટનામાં પોલીસ તપાસ ધીમી પડતી જોવા મળી રહી છે. કારણ કે, આરોપીઓને જેલભેગા કરે 8 દિવસ વીતી ગયા છે, પણ આ આંતરરાજ્ય બાળતસ્કરી ઘટનામાં કોઈ નવી માહિતી સામે આવી નથી.

આ ઘટનાની મુખ્ય સૂત્રધાર માયા દાબલા,મોનીકા શાહ, પુષ્પા પટેલીયા અને રાધિકા ગેડામને તેના 6 દિવસના બાળક સાથે જેલમાં મોકલી દેવાઈ છે. ત્યારથી આ સમગ્ર ઘટનાની તપાસ ઠેરને ઠેર જોવા મળી રહી છે. છેલ્લે આણંદમાં માયા દાબલા સંબંધિત તપાસ કર્યા બાદ પોલીસે આ કેસને લઈને રાજ્ય બહાર તપાસ કરવાની તૈયારી બતાવી હતી. જો કે, બાદમાં જિલ્લામાં એક પછી એક બનતી અન્ય ઘટનાઓ અને તહેવાર સંબધિત કામગીરી વધતાં નડિયાદ પોલીસ તેમાં વ્યસ્ત થઈ ગઈ હતી. જેથી આ આંતરરાજ્ય બાળતસ્કરીની ઘટના હાસિંયામાં ધકેલાઈ ગઈ છે.

જોકે, હજુ સુધી નડિયાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં વધુ કોઇ આરોપી સુધી પહોંચી શકી નથી. ત્યારે જોવાનું રહેશે કે, પોલીસ આ મામલે ક્યારે રાજ્ય બહાર તપાસ કરીને હકીકત બહાર લાવશે. નડિયાદ પોલીસે આ કેસની આરોપી રાધિકા ગેડામની બીજી 6 વર્ષિય દીકરી જે માયા દાબલા સાથે રહેતી હતી. તેનો કબ્જો મેળવીને ગતરોજ નડિયાદ CWCની સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ તેને નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમને સોંપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ નડિયાદમાં બાળકોને વેચવાના કૌભાંડમાં એસ.ઓ.જી. પોલીસે ચાર મહિલાઓને ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...