તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મોટીઝેર ગામે ગેરકાયદે જમીન પર કબ્જો લેનારા સામે ફરિયાદ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના આદેશ બાદ પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

કપડવંજના મોટીઝેર તાબે વાણીયાવાડમાં રહેતા મધુકરભાઈ પરીખની તેમના ઘરેથી થોડે દૂર ગ્રામ પંચાયતની મિલ્કત નં. 354વાળી ઘરથાળની જમીન 2012માં વેચાણ રાખી હતી. જેનો દસ્તાવેજ અને કબ્જો તેમની પાસે હતો. ડિસેમ્બર 2020માં મધુકરભાઈ પોતાના દિકરા સાથે મુંબઈ રહેવા ગયા હતા.

બાદમાં કોરોનાની બિમારી વધી જતા તેઓ મોટીઝેર ખાતે પોતાના પત્નિ સાથે પરત આવી ગયા હતા. આ સમયે તેમના ઘરની સામે રહેતા યોગેશ શાહ અને તેમના દિકરા સનિ શાહ દ્વારા કોઈપણ જાણ કર્યા વગર પતરાનું કેબિન શટર બનાવી લગાવી દીધુ હતુ. તેમજ શાકભાજી અને પરચુરણ વસ્તુનું વેચાણ કરતા હતા. ફેબ્રુઆરીમાં આ કેબિન લગાવી ધંધો કરતા હોવાનું જણાતા મધુકરભાઈએ બંને પિતા-પુત્રને કેબિન ખસેડી લેવા વારંવાર જણાવ્યુ હતુ.

પરંતુ બંનેએ કબ્જો ખાલી ન કરતા તેમણે જિલ્લા કલેક્ટર કચેરીમાં 8/4/2021ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે અરજી કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તપાસ કર્યા બાદ પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા મધુકરભાઈએ બંને સામે કપડવંજ ગ્રામ્ય મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...