તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજની માંગ:પરણીતાને ત્રાસ આપતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં રહેતી મહિલાએ દહેજ બાબતે હેરાન કરતાં પતિ અને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડભાણમાં રહેતી સોનલ રાવળે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન તારીખ જુલાઈ 2010ના રોજ ધોળકામાં રહેતા ઈશ્વરભાઈ રાવળ સાથે થયા હતા. તેને 9 વર્ષનો દીકરો છે. બધું બરાબર ચાલતું પરંતુ પતિ કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી તેમની વચ્ચે ઝઘડા થતાં હતા. પતિ ધંધો કરવા માટે તેને પિયરમાંથી 3 લાખ રૂપિયા માગવા માટે દબાણ કરતો હતો. એટલે પિતાએ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમને દોઢ લાખ રૂપિયા આપ્યાં હતા. તેમ છતાં સોનલનો પતિ અને સાસરીવાળા વારંવાર તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતા. પરંતુ સંતાનના ભવિષ્યનું વિચારીને તે બધું સહન કરતી હતી.

આ દરમિયાન તેને જાણવા મળ્યું કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ છે. એટલે તે તેની સાથે અવાર-નવાર મારઝુડ કરતો હતો. જેમાં સાસરીવાળા પણ તેના પતિને સાથ આપતાં હતા અને કામની બાબતે કોઈને કોઈ બહાને તેની સાથે ઝઘડો કરતા હતા. તેમજ દહેજની માગ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા. એટલે તેને પતિ ઈશ્વરભાઈ રાવળ, સસરા શનાભાઈ રાવળ, સાસુ કોકીલાબેન રાવળ, જેઠ કનુભાઈ રાવળ, અને નણદોઈ વિક્રમભાઈ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...