તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વડાલીમાં ઢોર બાંધવાનું ના કહેતા હુમલો કરનાર ચાર સામે ફરિયાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલો ગરમાતા વાત મારામારી સુધી પહોંચી ગઇ

કપડવંજના વડાલીમાં વૃદ્ધ દંપતિએ પોતાની પાસે રહેતા લોકોને ઢોર તેમના આંગણે બાંધવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જ્યાં મામલો ગરમાતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ અંગે વૃદ્ઘ દંપતિના પૌત્રએ ચાર સામે કપડવંજ ટાઉન મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહીતી અનુસાર, વડાલીના ટીમ્બા ફળીયામાં રહેતા વૃદ્ધ દંપતિ કાન્તીભાઈ અને મંગુબેન દેવીપૂજક તેમના ઘર પાસે રહેતા જયંતિભાઈ દેવીપૂજકને કહ્યુ હતુ કે, તમારા ઢોર તમારી જગ્યામાં બાંધો, અમારી બાજુ બાંધશો નહી. તેમ કહેતા જયંતિભાઈ વૃદ્ધ દંપતિને ગમે તેમ ગાળો બોલી, અમારે તો ઢોર અહીંયા જ બાંધવાના છે, તમારાથી થાય તે કરી લો. તેમ જણાવ્યુ હતુ અને દંપતિ સાથે હાથચાલાકી કરી હતી.

જેથી વૃદ્ધ દંપતિના પૌત્ર સંજયભાઈ દેવીપૂજક વચ્ચે પડી છોડવવા જતા જયંતિભાઈએ તેમની પર કોદાળીથી હુમલો કર્યો હતો. આ સમયે દીપકભાઈ, શૈલેષભાઈ અને વિજયભાઈ પણ ઉપરાણુ લઈ આવ્યા હતા અને મારવા ફરી વળ્યા હતા. જ્યાં બુમાબુમ થતા લોકો આવી પહોંચતા તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ અંગે સંજયભાઈએ ચારેય ઈસમો સામે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

કડપવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ચારેય ઇસમોના ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...