તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનો ભંગ:ખાનગી પાર્ટી પ્લોટનું ઉદ્ઘાટન અને પિતરાઇ ભાઇનો જન્મ દિવસની ઉજવણીમાં માણસો ભેગા કરનાર નડિયાદ ન.પા.ના ભાજપના કાઉન્સિલર સામે ફરિયાદ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ધી એપેડેમીક ડીસીઝ(એમેન્ડમેન્ટ) ઓર્ડીનન્સ 2020 મુજબ ગુનો નોંધ્યો

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ખાનગી પાર્ટી પ્લોટનું ઉદ્ઘાટન પ્રસંગે અને પિતરાઇ ભાઇનો જન્મ દિવસની ઉજવણીમાં 50 માણસોથી વધુ માણસો ભેગા થતાં કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતાં શહેર પોલીસે કાર્યવાહી કરી છે.

નડિયાદ શહેરમાં જલારામ મંદિર પાછળ આવેલ વિજય લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નડિયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતાં શહેર પોલીસે ધી એપેડેમીક ડીસીઝ(એમેન્ડમેન્ટ) ઓર્ડીનન્સ 2020 મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ કાઉન્સિલરે બંસરી પાર્ટી પ્લોટના ઉદ્ઘાટન સમારોહ તેમજ પિતરાઇ ભાઇ નવઘણ ભાનુભાઈ ભરવાડના જન્મ દિવસના પ્રસંગે પ્લોટમાં 50થી વધુ માણસો ભેગા કરતાં કલેકટરે બહાર પાડેલા કોવિડના જાહેરનામાના લીરેલીરા ઉડ્યા છે. જેથી નડિયાદ ટાઉન પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે. પોલીસે કાઉન્સિલર બાલાભાઈ ભરવાડ વિરુદ્ધ આઈપીસી 188 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...