તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર નીકળેલા વૃદ્ધ સામે ફરિયાદ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જય મહારાજ ડુપ્લેક્ષમાં રહેતા વૃદ્ધ ફરવા નીકળ્યાં હતા

નડિયાદ શહેરમાં હોટસ્પોટ બનેલી ત્રણ સોસાયટીઓને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. વાણિયાવાડ નજીક જય મહારાજ ડુપ્લેક્ષમાં કન્ટેઇન્મેન્ટ એરિયામાંથી બહાર નીકળેલા વૃધ્ધ સામે નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરમાં વધી રહેલા કોરોના કેસને લઇને આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 3 સોસાયટીઓને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલા જય મહારાજ ડુપ્લેક્ષ, પશ્ચિમમાં જુના ડુમરાલ રોડ પર આવેલી ઉમા ટાઉનશીપ અને શારદા મંદિર સ્કુલ નજીક આવેલા સંતરામ નગરનો સમાવેશ થાય છે.

રવિવારે તાલુકા હેલ્થ ઓફિસર પોતાની કામગીરીમાં હતા તે સમયે જય મહારાજ ડુપ્લેક્ષમાંથી એક વૃધ્ધ બહાર નીકળ્યા હતા. જેથી તેમને કન્ટેઇન્મેન્ટ ઝોન હોવાથી ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવાનું જણાવતાં તેઓએ આરોગ્ય વિભાગની ટીમ સાથે તકરાર કરી હતી. જેને લઇને આ મામલે તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ અમીને નડિયાદ ટાઉન પોલીસ મથકે મદનભાઇ દોલતભાઇ શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો