તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાવ:દહીયપમાં યુવતીની મશ્કરી મામલે 8 શખ્સ સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના દહીયપ ગામે રહેતાં રજાઉલમુસ્તુફા જૈનુદ્દીન સૈયદ (ઉવ.24)એ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ગામના મહંમદસમીર કાલુમીંયા બેલીમ અવારનવાર યુવતીને અશ્લીલ ચેનચાળા કરતાં હોઇ ફરિયાદીએ ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખી આરોપી મહંમદસમીર કાલુમીંયા બેલીમ સહિત ચાર શખસે એકસંપ કરી અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે સુગરાબીબી બેલીમે નોંધાવેલી ફરિયાદ અનુસાર સગાઇ થયેલી યુવતીને બીભત્સ ઇશારા કરવાનો વહેમ રાખી એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ પાડોશમાં જ રહેતાં તાહીર સૈયદ સહિતનાએ ફરિયાદી સુગરાબીબીને વાળ પકડી નીચે પછાડી માર મારતા કપડવંજ પોલીસે આઠ શખસ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો