તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ તાલુકાના વલેટવામાં જમીન પચાવી પાડવા બદલ 8 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ફરિયાદ નોંધાઈ છે. આ સંદર્ભે આરોપીઓએ જમીન પચાવી પાડવા મુદ્દે નડિયાદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેનો હુકમ ફરિયાદીના પક્ષે આવ્યો છે. તેમજ જમીન પચાવી પાડવાના હેતુસર 8 લોકોએ 2018થી ખોટી રીતે કબ્જો જમાવી રાખ્યો હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.આ સમગ્ર મુદ્દે મળતી વિગતો મુજબ ફરિયાદી જીગરકુમાર કૌશિકભાઈ પટેલ નડિયાદ ખાતેના કર્મવિર વિલામાં રહે છે. તેમણે વલેટવા ખાતેથી ગામની સીમનો જુનો સર્વે નંબર 338 અને તેનો નવો નંબર 389, 334 અને 385 છે.
જે તેમણે ફુલાભાઈ પરમાર, પ્રભાતભાઈ પરમાર, પુંજીબેન પરમાર અને રૂમાલભાઈ પરમાર પાસેથી વેચાણ દસ્તાવેજ નં. 3842/2018થી વેચાણ રાખી હતી. જેથી તેઓ 7/12 અને 8/અમાં માલિક તરીકે નામ નોંધાઈ ગયુ છે. ફરિયાદી જમીન પર ધ્યાન ન રાખી શકતા હોવાથી તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવી કાભઈભાઈ પરમાર, અમરસિંહ પરમાર, બચુભાઈ પરમાર, ગલાબભાઈ પરમાર, કાભઈભાઈ ગેંદાલભાઈ પરમાર, રાવજીભાઈ પરમાર, ચીમનભાઈ પરમાર અને દિનેશભાઈ પરમાર (તમામ રહે, કોવાણિયાપુરા, નડિયાદ) આ તમામ લોકોએ ત્યાં જાહેર નોટીસ મારી પોતે વેચાણ લીધી હોય અને મહેસુલ ભરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારબાદ ફરિયાદી અને ઉપરોક્ત 8 લોકો વચ્ચે આ અંગે જમીન માલિકીની તકરાર થતા 8 લોકોએ ફરિયાદી વિરુદ્ઘ નડિયાદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. પરંતુ આ દાવામાં પણ ફરિયાદી જીગરકુમાર પટેલના પક્ષમાં નામદાર સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ પણ આરોપીઓ જમીનનો કબ્જો છોડવા માટે તૈયાર થતા નહોતા. જેને અનુસંધાને ફરિયાદીએ જિલ્લા કલેક્ટર સમક્ષ 28/01/2021ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ – 2020 હેઠળ અરજી કરી હતી. જેમાં કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ અન્વયે ઉપરોક્ત 8 સામે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.