તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન કાર્યવાહી:માસ્ક ન પહેરનારા અને ટોળુ ભેગુ કરનારા 7 સામે ફરિયાદ

નડિયાદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને નાથવા ખેડા જિલ્લા પોલીસની કડકાઇ
 • ખેડા, ડાકોર, કઠલાલ, સેવાલિયા, ઠાસરામાં કાર્યવાહી

ખેડા જિલ્લામાં કોવિડના નિયમોનું કડક પાલન કરાવવા તંત્ર મક્કમ બન્યુ છે. જિલ્લામાં કોવિડના નિયમોનો ભંગ કરનારા સાત સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ખેડા, ડાકોર, કઠલાલ, સેવાલિયા, ઠાસરામાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરાનારા વિરૂદ્ધ સઘન કાર્યવાહી કરી હતી.

માસ્ક ન પહેરતા ઉલ્લંઘન કરતા ફરિયાદ
ડાકોર પોલીસના જવાનો આજે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન મંદિર તરફ જવાના માર્ગ પર કટલરીની દુકાનવાળાએ દુકાન પાસે ગ્રાહકો માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા ન કરી તેમજ માસ્ક ન પહેરી ઉલ્લંઘન કરતો હોવાથી પોલીસે વિરલસિંહ ઝાલા સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માસ્કનો દંડ ન ભરનાર સામે ફરિયાદ
કપડવંજ પોલીસે ચીલીંગ સેન્ટર તરફ એક વ્યક્તિએ મોઢુ અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેર્યુ નહોતુ. જેથી સરખો માસ્ક ન પહેરનારા કિરીટભાઇ ગરાસિયાએ માસ્કનો 1000 રૂપિયા દંડ ભરવાની ના પાડતા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખેડામાં ચા વાળા સામે ફરિયાદ
ખેડા શહેર પોલીસે બસ સ્ટેન્ડ સામે આવેલી સીવીલ ચોકડી પાસે એક ચાની લારી પર લોકો ટોળા વળી ઉભા હતા. પોલીસે ચાવાળા ફિરોજભાઈ મેમણ સામે કોરોનાની સરકારી ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કઠલાલમાં પાનવાળો દંડાયો
કઠલાલ પોલીસે ચોક્સી બજારમાં એક પાન સેન્ટર પર 7થી 8 લોકો ટોળુ વળી ઉભા હતા. પોલીસે આ અંગે પાનવાળાને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો. પોલીસે પાનવાળા અરબાઝભાઈ મીરઝા સામે કોરોનાની સરકારી ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઠાસરામાં માસ્ક વગર ફરતા 2 સામે ફરિયાદ
ઠાસરામાં આજે આ ગાઈડલાઈનનો ભંગ કરનારા 2 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ઠાસરા-વાડદ ચોકડી તરફ મહેન્દ્રસિંહ ડાભી માસ્ક વગર ફકતા હોય, પોલીસે તેમની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જ્યારે પોલીસ પુષ્પાંજલી ફાટક તરફ પેટ્રોલિંગમાં હતી, તે સમયે ખુમાનસિંહ પરમાર માસ્ક વગર ફરતા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી પોલીસે આ બંને વ્યક્તિ સામે કોરોનાની માર્ગદર્શિકાના ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સેવાલિયામાં અનાજ કરીયાણાના દુકાનદાર સામે ફરિયાદ
સેવાલિયા પોલીસે મોનપુરા ગામ તરફ જતા વચ્ચે કરિયાણાની દુકાને લોકો ટોળા વળી ઉભા હતા. જ્યાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાતુ નહોતુ. પોલીસે આ અંગે કરિયાણાના દુકાનદાર પ્રવિણભાઈ પ્રજાપતિ સામે કોરોનાની સરકારી ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો