તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:મહાગુજરાત મેડીકલ સોસાયટીની જમીન પચાવી પાડનાર 6 ઈસમો સામે ફરિયાદ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ગુનો નોંધવા આદેશ

ખેડાના સંધાણા સીમમાં સુપ્રિટેન્ડેન્ટ બાસુદીવાલા ટી. બી. હોસ્પિટલના નામે રેવન્યુ રેકર્ડમાં ચાલતી બ્લોક નં. 796 જમીન ઉપર સંસ્થાના ક્વાર્ટર નં. 11 અને 12માં સમસુમીયા મલેક, સલીમમીયા મલેક અને મુમતાઝબીબી મલેકનાઓ દ્વારા વર્ષ 2015માં ગેરકાયદેસર પ્રવેશ કરી વસવાટ કર્યો છે. તેમજ બ્લોક નં. 788/2 વાળી જમીનમાં સગીરમીયા મલેક, સીરાઝમીયા મલેક અને ફરીદમીયા મલેક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરાયો છે.

ઉપરોક્ત ઈસમો સંસ્થાના ચેરમેન અને અન્ય લોકોને આ જમીનમાં પ્રવેશવા દેતા નથી. તેમજ સિવિલ કોર્ટમાં દાવા નં. 19/2015થી ખોટી હકિકત ઉપજાવી દાવો કર્યો છે. જે પેન્ડીંગ છે. ત્રણેય સર્વેવાળી જમીનમાં ઉપરોક્ત 6 ઈસમોએ ગેરકાયદેસર કબ્જો કરેલો હોવાથી સંસ્થાના ચેરમેન ભાસ્કરભાઈ દેસાઈએ કલેક્ટરને અરજી કરી હતી. જેથી કલેક્ટરે 6 ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરવા જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કરોડોની 56 વીઘા જમીન કબ્જામાંથી મુકત થશે
મહાગુજરાત સંસ્થાના ચેરમેન ભાસ્કરભાઈ દેસાઈ દ્વારા સંસ્થા સંચાલિત સુપ્રિટેન્ડેન્ટ બાસુદીવાલા ટી. બી. હોસ્પિટલની સંધાણામાં 56 વીઘા જમીન આવેલી છે. જેની કિંમત કરોડોમાં થાય છે. આ જમીન પર વસોના દંતાલીના સરદારપુરાના ઈસમો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી લેવાયો હતો. ફરિયાદમાં દર્શાવેલા 6 ઈસમો દ્વારા જમીન પરનો કબ્જો ખાલી ન કરાતા સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરાઈ હતી. જેનો સંસ્થા તરફી ચુકાદો આવતા હવે આ કરોડોની 56 વીધા જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત થશે.

અન્ય સમાચારો પણ છે...