તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડુમરાલ ગામમાં દરબારવાસમાં હુમલો કરનાર 4 સામે ફરિયાદ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેવાનું અને દાદાગીરી કરો છો? તેમ કહી હુમલો કર્યો

નડિયાદના ડુમરાલ ગામમાં દિકરીની દલાલી ખાઓ છો, તેવા મહેણા માર્યા બાદ તે અંગે ઠપકો આપવા ગયેલા વ્યક્તિ પર હુમલો કરતા મામલો ગરમાયો છે. હુમલો કરનારા ઈસમોએ ઠાકોરવાસમાં તમે એકલા જ ઠક્કર છો, જેથી અમે કહીએ તે રીતે રહેવાનું તેવી ગર્ભિત ધમકી આપી મારામારી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ડુમરાલના હરમાનપુરા ઈન્દિરાનગરી તાબે રહેતા હિતેશભાઈ ઠક્કરની દિકરી ગામના યુવાન સાથે ભાગી જઈને લગ્ન કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ હતી. હિતેશભાઈએ પોતાની દિકરી સાથે તમામ સબંધો તોડી નાખ્યા છે. તેમની સામે રહેતા સવીતાબેન પરમારે હિતેશભાઈના દિકરાને તમારી બેનની દલાલી ખાતા હતા અને દલાલી ખાઈને કેવી કાઢી, તેમ મહેણા મારતા દિકરાએ પિતા હિતેશભાઈને જાણ કરી હતી. જેથી હિતેશભાઈએ સવીતાબેનના દિકરા અમીતભાઈને ઠપકો આપતા કરતા કહ્યુ હતુ કે, અમારી દિકરી જતી રહી છે, અમે તેને બોલાવતા નથી, તારી મમ્મી આવા ખોટા આક્ષેપ કેમ કરે છે? તેમ કહેતા અમીત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી જણાવ્યુ હતુ કે, અમારા ઠાકોરવાસમાં તમે એકલા જ ઠક્કર છો.જેથી અમે કહીએ તે રીતે જ રહેવાનું. આમ કહી ઘરમાંથી ચપ્પુ લાવી હિતેશભાઈ પર હુમલો કર્યો હતો.

બુમાબુમ થતા હિતેશભાઈના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. આ સમયે અમીતભાઈનું ઉપરાણુ લઈ વિપુલભાઈ પરમાર, ભાનુભાઈ પરમાર અને નવીનભાઈ પરમાર પણ ત્યાં આવીને હિતેશભાઈ અને તેમના પરિવારજનોને માર માર્યો હતો. આ સમયે ફળિયાના બીજા માણસો આવી તેમને છોડાવ્યા હતા. હુમલો કરનારા ઈસમોએ દરબારોની સામે થઈશ, તો તને જીવતો છોડીશુ નહી, તેવી ગર્ભિત ધમકી હિતેશભાઈને આપીને ચાલ્યા ગયા હતા. જેથી આ મુદ્દે હિતેશભાઈએ ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...