તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પીપળાતામાં રસ્તા બાબતે હુમલો કરનારા 4 શખ્સ સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

પીપળાતાના શાંભાપુરા વિસ્તારમાં શેઢા ઉપર જવા જેવી સામાન્ય બાબત મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉદેસિંહ ગબાભાઈ પરમારે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શેઢા પર ચાલવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાની રીસ રાખીને પાડોશમાં રહેતા આરોપી સબુરભાઈ પરમાર તેમને ગાળો બોલતા હતા. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત એટલી વધી ગઈ કે, આરોપી સબુર પરમારે ઉશ્કેરાઈને ઉદેસિંહ પર હાથ ઉગામ્યો હતો

તે દરમિયાન પિતાનું ઉપરાણું લઈને સબુર પરમારના દીકરા સબુરભાઈ પરમાર દીકરા અશોક પરમાર, રણછોડ પરમાર અને વિજય પરમાર પણ ત્યાં પહોંચ્યાં હતા અને ચારેય જણાએ ભેગાં થઈને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો, ત્યારે ઉદેસિંહની પત્નિ લક્ષ્મીબેન સ્થળે આવી પહોંચતા તેને પણ ધારીયાનું પુઠું માર્યુ હતું. જેમાં તેને ડાબા હાથના કાંડા પર ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડામાં બૂમાબૂમ થતાં ઉદેસિંહનો દીકરાએ ત્યાં આવીને તેમને વધુ મારથી બચાવ્યાં હતા. તે દરમિયાન આ તમામ આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...