તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ફોન કરી આપવાની ના પાડતા મારામારી, 4 સામે ફરિયાદ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના રાજનગર ગામનો બનાવ

નડિયાદના રાજનગરના મુંજપુરા તાબે રહેતા દીલીપભાઈ પરમાર પોતાના ઘરે હતા, તે સમયે તેના કુટુંબી કાકાના દિકરા રાકેશભાઈ પરમારે ઘરે આવી સામરખા ગામના મોન્ટુને ફોન કરી આપવાનું કહ્યુ હતુ. દીલીપે ફોન કરી આપવાની ના પાડતા રાકેશ ઉશ્કેરાઈને ગાળો બોલી રાકેશને પ્લાસ્ટિકની પાઈપથી માર માર્યો હતો. તેમજ રાકેશનું ઉપરાણુ લઈ તેના બનેવી મહેન્દ્રભાઈ પરમાર, નજીકમાં રહેતા ઘનશ્યામભાઈ પરમાર અને જયેશભાઈ પરમાર પણ દોડી આવ્યા હતા અને દીલીપને માર માર્યો હતો.

આ સમયે બુમાબુમ થતા નજીકમાંથી લોકો આવી પહોંચ્યા હતા અને દીલીપને છોડાવ્યો હતો. જેથી રાકેશ દીલીપને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. દીલીપે આ અંગે રાકેશ, મહેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ અને જયેશભાઈ વિરુદ્ધ ચકલાસી મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...