તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકુટ:કનેરામાં વોચમેનને ધમકી આપતા 2 વિરૂદ્ધ ફરિયાદ

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનની ચાવી બાબતે માથાકુટ હતી

કનેરા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ બજાવતા વોચમેનને 2 ઈસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.

દસક્રોઈના કાળાજી પરમાર કનેરાની એક કંપનીના ગોડાઉનમાં વોચમેન તરીકે નોકરી કરે છે. ગત રોજ તેઓ રાતના દસેક વાગ્યે ફરજ પર હતા, તે સમયે કેતનભાઈ ટાંગ અને રાહુલભાઈ ટાંગ ગોડાઉનમાં મૂકેલા માલ-સામાનના ભાગીદાર હોય તેમણે આવીને કાળાજી પરમાર પાસે ગોડાઉનની ચાવી માંગતા કાળાજીએ જણાવ્યુ કે, ચાવી માલિક મુકેશભાઈ શેઠ પાસે રહે છે. જેથી બંને ઈસમોએ જણાવ્યુ હતુ કે, તુ ચાવી લઈ આવ, નહીં તો તને મારી નાખીશુ. જેથી નજીકથી બીજા વોચમેન અને અન્ય લોકો આવી જતા બંને ધાક ધમકી આપીને ચાલ્યા ગયા હતા. આ અંગે કાળાજીએ બંને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...