તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં ખેડા જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને ફરજિયાત વેકેશન પડ્યું હતુ. લોકડાઉન દરમિયાન ઓનલાઇન શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતુ. સરકારે માધ્યમિક અને હાયર સેકન્ડરી સાથે કોલેજોને ચાલુ કરવાનો આદેશ કર્યો છે. જે મુજબ શાળા-કોલેજો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજતી થઇ છે.
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 18મી ફેબ્રુઆરીથી ધો.6 થી 8 સુધીની પ્રાથમિક શાળાઓને શરૂ કરવાનો આદેશ સરકારે જાહેર કર્યો છે. જેમાં ખેડા જિલ્લામાં પણ ધો.6 થી 8 સુધીની પ્રાથમિક શાળાઓને સરકારની ગાઇડલાઇન પ્રમાણે ચાલું કરવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓ માટે હાજરી સ્વૈચ્છિક રહેશે. એટલે કે, વિદ્યાર્થીઓ પોતાની મરજી હશે તો જ શાળામાં આવવાનું રહેશે. વિદ્યાર્થીઓને ફરજિયાત આવવા માટે ફરજ પાડવામાં આવશે નહીં.
ખેડા જિલ્લામાં કુલ 1374 પ્રાથમિક શાળાઓ છે. જે પૈકીની 736 પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ અને વાલીઓએ તેમજ શિક્ષકોએ સોશિયલ ડિસ્ટન્સ, ચહેરા પર માસ્ક ફરજિયાત પહેરવું, સેનેટાઇઝર, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવા સહિતની સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે તેમ ડીપીઇઓ. કમલેશ પટેલે જણાવ્યું હતુ.
તેમના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષકોએ ફરજિયાત હાજર રહેવાની સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો રહેશે. એટલે કે, શિક્ષકોએ 100 ટકા હાજરી આપવી પડશે. જિલ્લાની સરકારી અને ખાનગી તથા અનુદાનિત તમામ પ્રાથમિક શાળાઓમાં 18મીથી ધો.6 થી 8 સુધીનું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. ભારત સરકારની એસ.ઓ.પી. અને માર્ગદર્શિકાનું પાલન મુખ્ય શિક્ષક, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંચાલકોએ પાલન કરવાનું રહેશે.
બાળક ઘરેથી પાણી-નાસ્તો લાવી શકશે પણ બીજાને આપી નહીં શક
પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓ સ્વૈચ્છિકપણે શાળામાં આવવાનું રહેશે. જોકે, શાળાએ આવનારા વિદ્યાર્થીએ સંમત્તિપત્રક આપવું પડશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થી શાળાએ આવે છે તેણે ફરજીયાતપણે ઘરેથી પીવાનું પાણી, નાસ્તો લાવવાનો રહેશે. વધુમાં તે પાણી અને નાસ્તો ક્લાસના અન્ય વિદ્યાર્થીને આપી શકશે નહીં.
ખેડા જિલ્લાના 6-8ના 71313 છાત્રો ઓનલાઈનમાંથી ઓફલાઈનમાં આવશે
ખેડા જિલ્લામાં કુલ 1374 શાળા છે. જે પૈકીની 736 પ્રાથમિક શાળાઓમાં ધો.6 થી 8 સુધીના વર્ગો શરૂ કરવામાં આવનાર છે તેમ ડીપીઇઓ કમલેશ પટેલે કહ્યું હતુ. જિલ્લાની શાળાઓમાં ધોરણ 6 થી8 માં કુલ 71313 વિદ્યાર્થીની સંખ્યા છે. જેમને અક્ષરજ્ઞાન કુલ 7078 શિક્ષક પીરસી રહ્યાં છે. તમામ શિક્ષકોએ 18મીથી ફરજિયાત શાળાએ આવવાનું રહેશે. જો કે, અત્યાર સુધી ઘરે બેઠા અભ્યાસ કરતા હતા તેઓ હવે શાળામાં જઈને અભ્યાસ કરશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.