તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાખ્યાન:નડિયાદની ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં જાણીતા હાસ્યકલાકાર સાઈરામ દવે સ્માઈલરામ પુસ્તક વિશે વ્યક્તવ્ય આપશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂસ્તકાલયના શ્રેણીના 80માં મણકામાં આ વ્યાખ્યાન યોજાશે
  • લાઈબ્રેરીમાં દોઢ વર્ષના અંતરાલ પછી ફરીથી ગ્રંથનો પંથ વ્યાખ્યાન શ્રેણી શરૂ

પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિને નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં હાસ્યકલાકાર સાઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેશે. દેશ વિદેશમાં હાસ્યની રમઝટ જમાવતા હાસ્યકલાકાર, પ્રસિદ્ધ હાસ્યલેખક અને હાસ્યશિક્ષણની અનોખી પહેલ કરનારા સાઈરામ દવે નગરજનો સાથે પોતાના સ્માઈલરામ પુસ્તક વિશે વાત કરશે.

રવિવારે સવારે 9:30 વાગ્યે આ વ્યાખ્યાન યોજાશે
સાક્ષરભૂમિ નડિયાદની સાચી જ્ઞાનપરબ સમાન સવાસો વર્ષ જૂની ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં દોઢ વર્ષના અંતરાલ પછી ફરીથી ગ્રંથનો પંથ વ્યાખ્યાન શ્રેણી શરૂ થઈ રહી છે. ઈપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાતી આ શ્રેણીના 80મા મણકામાં ગુજરાતના ખ્યાતનામ હાસ્યશિક્ષક, હાસ્યકાર અને ગોંડલના વતની સાંઈરામ દવે વ્યાખ્યાન માટે ખાસ પધારી રહ્યા છે. આગામી પાંચમી સપ્ટેમ્બરના શિક્ષકદિને રવિવારે સવારે 9:30 વાગ્યે આ વ્યાખ્યાન યોજાશે.

સાઈરામ દવેએ દેશવિદેશમાં હજારો વ્યાખ્યાન આપ્યાં
સાઈરામ દવે ગુજરાતી હાસ્યકલાકારોમાં અને હાસ્યલેખકોમાં અત્યાર સૌથી વધુ લોકપ્રિય સ્થાન ધરાવે છે. દેશવિદેશમાં તેઓએ હજારો વ્યાખ્યાન આપ્યા છે. તેઓ રાજકોટ અને ગોંડલપંથકના લોકપ્રિય શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર પણ છે. અત્યાર સુધી તેમણે 13 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેઓને ગુજરાત ગૌરવ, ગ્લોરી ઓફ ગુજરાત, જેમ ઓફ ગુજરાત સહિત અનેક પુરસ્કારો-સન્માનો પણ મળી ચૂક્યાં છે.

સમગ્ર કાર્યક્રમ નિશુલ્ક છે
શહેરના સમડીચકલા વિસ્તારમાં આવેલી ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં સ્માઈલરામના ઉપનામથી કટારલેખન કરતા સાંઈરામ દવે પોતાના સ્માઈલરામ નામના પુસ્તક વિશે વક્તવ્ય આપશે. આ સમગ્ર કાર્યક્રમ નિશુલ્ક છે તો સર્વે નગરજનોને પધરાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...