વયનિવૃતિ:ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ 31મી મેના રોજ વયનિવૃત થવાના હોવાથી સિવિલ હોસ્‍પિટલ ખાતે બહુમાન કરાયું

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શાલ ઓઢાડી બહુમાન કર્યું
  • કલેકટર આઇ.કે.પટેલનું નિવૃત જીવન સુખમય રહે તેવી શુભેચ્‍છા પાઠવવામાં આવી

સરકારી સેવામાં ફરજ બજાવતા દરેક અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃતીનો સમય પણ ફિકસ હોય છે. ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ 31મી મેના રોજ વયનિવૃત થવાના હોવાથી આજે નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે કલેકટરનું શાલ ઓઢાડીને તેઓનું બહુમાન સિવિલ સર્જન ર્ડા.તૂપ્‍તિબેન શાહ, ર્ડા. મનીષ જાડાવાલા અને આરએમઓ ર્ડા. નાસર દ્વારા સમગ્ર સિવિલ સ્‍ટાફ તરફથી કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે તેઓનું વયનિવૃતિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બહુમાનનો પ્રત્‍યુત્તર આપતાં કલેકટરે સિવિલ સર્જન સહિત તમામ સિવિલના અધિકારીઓ, તબીબો અને સ્‍ટાફના સદસ્‍યોની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી, તબીબ તનીષાબેન સહિત સિવિલ હોસ્‍પિટલનો અગ્રણી સ્‍ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...