કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના વધતો જતો કાળો કહેર, નડિયાદ અને મહેમદાવાદમાં કેસો સામે આવતાં ફફડાટ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 6 પર પહોંચી

ખેડા જિલ્લામાં નવરાત્રિ ટાણે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગતરોજ એક કેસ બાદ આજે નડિયાદ અને મહેમદાવાદમાંથી 1-1 કેસ એમ કુલ 2 કોરોનાના કેસો સામે આવ્યા છે. જેથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ફરી એકવાર કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ બે કેસ સામે આવ્યા છે. જેમાં એક નડિયાદ પશ્ચિમમાં 64 વર્ષિય વૃદ્ધને અને અન્ય એક મહેમદાવાદના ખાત્રજમાંથી 53 વર્ષિય મહિલા આજે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એક બાજુ નવરાત્રિની ઉજવણીમાં લોકો મસ્ત બન્યા છે. તેવામાં કોરોનાના વધતાં જતાં કેસોએ ચિંતાનું મોજુ ઊભુ કર્યુ છે. ગુરુવારે નોંધાયેલા બે કેસો સાથે કુલ એક્ટીવ કેસોની સંખ્યા 6 એ પહોંચી ચૂકી છે. જેમાંથી 5 હોમ આઇસોલેશનમાં અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આજે 1148 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં 24 કલાકના અંતરે જ કેસો વધતાં ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજી બાજુ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી લોકોને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...