તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Cholera Poisoning In Drinking Water 4 Out Of 8 Samples Non drinkable, Also Serious Question Against The Operation Of The Municipality

નડિયાદમાં કોલેરોનો ખતરો યથાવત:પીવાના પાણીમાં કોલેરારૂપી ઝેર 8માંથી 4 સેમ્પલ બિનપીવાલાયક, નગર પાલિકાની કામગીરી સામે પણ ગંભીર પ્રશ્નાર્થ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

હજુ તો ગઈકાલે કોલેરાના કારણે એક આધેડ વ્યક્તિના મૃત્યુના કિસ્સાની ચર્ચા સમી નથી, ત્યાં મૃતકના જ વિસ્તારમાં આરોગ્ય પ્રશાસને લીધેલા 8 પાણીના સેમ્પલમાંથી 4 બિનપીવાલાયક નીકળતા ફરીથી કોલેરાનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. શહેરના સાંઈબાબનગર અને તેની આસપાસ આજે આરોગ્ય પ્રશાસને કોલેરા સામે લોકોના રક્ષણ માટે અનેક તપાસ હાથ ધરી હતી.

સાઈબાબાનગર નગરના 55 વર્ષિય પુરુષને બે દિવસ પહેલા જ રાજકોટ સામાજિક પ્રસંગમાં ગયા બાદ ત્યાં કોલેરા પોઝીટીવ આવી સારવાર દરમિયાન મોત થતા નડિયાદમાં ચકચાર મચી હતી. ત્યારે હવે તેઓ જે સાંઈબાબાનગર વિસ્તારમાં રહેતા હતા તેના સહિત મંજીપુરા રોડ વિસ્તારમાં આજે આરોગ્ય પ્રશાસને પીવાના પાણીના 8 સેમ્પલો લીધા હતા. જે પૈકી 4નું ક્લોરીનેશ ટેસ્ટમાં પીવા લાયક ન હોવાનું ઠર્યુ છે. ત્યારે કોલેરાના આ કપરા સમયમાંથી નડિયાદ પસાર થઈ રહ્યુ છે, ત્યાં પાલિકાના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોગ્ય પ્રશાસનના સૂત્રો મુજબ જ્યાં પણ તેમને કોઈ ખામી જણાઈ છે, ત્યાં તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને ટકોર કરી જરૂરી પગલા લેવા સૂચનો અપાયા છે. પાણી પીવા લાયક ન આવતુ હોવાની ચર્ચાઓ શહેરમાં ફરતી થતા જ લોકોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.

કોલેરા કે શંકાસ્પદ ઝાડા-ઉલ્ટીના કોઈ કેસ નથી
આ તમામ ઘટનાક્રમ વચ્ચે આરોગ્ય પ્રશાસનના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય દિવસથી કોલેરાના નવા કોઈ કેસ નોંધાયા નથી. ઉપરાંત ઝાડા-ઉલ્ટીના શંકાસ્પદ એક પણ કેસ નોંધાયા નથી. જેના કારણે કોલેરા હાલ કાબૂમાં હોવાથી રાહતના સમાચાર સામે આ‌વ્યા છે.

પ્રશાસનનો જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ
પ્રશાસન સવારે 6થી 7:30 અને સાંજે 7:00થી 9:00 સુધી પાણી આપે છે, સેમ્પલ કયા સમયે લેવાયા તે મહત્વનું છે. ત્રણ-ચાર ઘરોમાં ક્લોરીનેશન મળે અને પછી પાંચમા છઠ્ઠા ઘરે ન મળે તો તેમાં ઘણા પરીબળો અસર કરતા હોય છે. અમે ચીફ ઓફિસર અને પ્રમુખની મંજૂરી લીધી છે, જે જગ્યાએ ખામી જણાય ત્યાં પાઈપલાઈન બદલી નાખીએ છે, બાકી સવાર-સાંજ જ્યાં પાણી અપાય છે, ત્યાં બોર અને ટાંકીઓમાં ક્લોરીનેશન કરી નાખીએ છે અને જ્યાં પણ જરૂર જણાશે, ત્યાં યોગ્ય નિકાલ કરીશુ. - પરેશભાઈ, એન્જીનિયર

અન્ય સમાચારો પણ છે...