તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેરાથી પ્રથમ મોત:નડિયાદના કોલેરાગ્રસ્ત આધેડનું રાજકોટની હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહેન્દ્ર - Divya Bhaskar
મૃતક મહેન્દ્ર
  • સાઈબાબા નગરમાં રહેતાં મહેન્દ્રભાઈ સામાજિક પ્રસંગે રાજકોટ ગયા હતા

નડિયાદ કોલેરાગ્રસ્ત જાહેર થયા બાદ પ્રથમ મૃત્યુ નોંધાયુ છે. જવાહરનગરમાં રહેતા 55 વર્ષિય પુરુષને રાજકોટ ગયા બાદ ત્યાં કોલેરાની અસર જણાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ પણ શારીરિક સ્થિતિમાં સુધારો ન થતા અંતે તેનંુ મોત થયુ છે.જવાહરનગર વિસ્તારના સાઈબાબાનગરમાં રહેતા 55 વર્ષિય મહેન્દ્રભાઈનું કોલેરાના કારણે મોત થયુ છે. શહેરને છેલ્લા બારેક દિવસથી કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ આજે પ્રથમ મોત નોંધાયુ છે. મજૂરીકામ કરતા મહેન્દ્રભાઈ 9 તારીખે સામાજિક પ્રસંગ માટે રાજકોટ ગયા હતા. નડિયાદથી નીકળ્યા તે સમયે તેઓ તંદુરસ્ત હતા, ત્યારબાદ રાજકોટ જઈ તેમને ઝાડા-ઉલ્ટી અને અન્ય શારીરિક તકલીફો થવા લાગી હતી.

તેમને તાત્કાલિક રાજકોટની પી. ડી. મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો કોલેરાનો રીપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર થાય તે પહેલા જ ગઈકાલે જ તેમને ગભરામણ થઈ ગઈ હતી અને અન્ય તકલીફો ઉભી થઈ અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદમાં જે વિસ્તારમાં કોલેરાની સૌથી વધુ અસર હતી, મૃતક તે જ વિસ્તારમાં રહેતા હતા.

નડિયાદ પાલિકા કોઈ પણ કચાસ નહીં છોડે
આ ઘટના બાદ સઘન સફાઈ અને દવા છંટકાવ કરાઈ છે. પહેલા જ દિવસથી સુપર ક્લોરીંનેશન કરાયુ છે. આરોગ્ય વિભાગે અનેક જગ્યાએ સેમ્પલ લઈ તપાસ કરી છે. મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ કરાય છે, પાલિકાના પાણી-પુરવઠા વિભાગ દ્વારા પીરામયની બોટલોનું સતત વિતરણ કરાયુ છે. આ ઘટના સામે આવી છે, ત્યારે સાવચેતીના પગલારૂપે નડિયાદ પાલિકા કોઈ પણ કચાસ નહીં છોડે, ક્યાંય પણ આવી ઘટના ધ્યાને આવશે, તો નિરાકરણ કરાશે. - પ્રણવભાઈ પારેખ, ચીફ ઓફિસર, નડિયાદ ન. પાલિકા

અન્ય સમાચારો પણ છે...